ચોરી:ચાણસોલમાં બંધ મકાનનું તાળું તોડી 56 હજારની ચોરી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સુરતના ડાયમંડ વેપારીના મકાનમાં હાથફેરો
  • 20 હજાર રોકડ,45 હજારના દાગીના લઇ ગયા

સુરતના ડાયમંડના વેપારીના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામે આવેલા બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો રૂ.20 હજારની રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.65 હજારની મત્તા ચોરી ગયા હતા. જે અંગે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. મૂળ ચાણસોલ ગામના અને સુરતમાં ડાયમંડનો વેપાર કરતા જીતેન્દ્રસિંહ ગોબરજી રણા 15 વર્ષથી સુરત સ્થાયી થયેલા છે. તેમના વતન ચાણસોલ ગામે આવેલા બંધ મકાનનો લાભ લઇ તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસ્યા હતા અને પ્રથમ રૂમમાં મૂકેલી લોખંડની પેટીમાં મુકેલો સોનાનો દોરો, સોનાની વીંટી, બુટ્ટી, ચાપ ચડાવેલા પાટલા, ચાંદીની ઝાંઝરી તેમજ રોકડ રૂ.20 હજાર મળી કુલ રૂ.65 હજારની મત્તા ચોરી ગયા હતા. આ બનાવની જાણ થતાં વતન દોડી આવેલા જીતેન્દ્રસિંહે ઘરમાં તપાસ કરતાં ચોરી થયાનું માલુમ પડતાં ખેરાલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...