તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટલેગરો બેફામ:મહેસાણાના દેલા ગામ પાસેના ફાર્મ હાઉસમાંથી 5.50 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે બુટલેગરને પોલીસે દબોચ્યા

મહેસાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બાવલું પોલીસે બાતમીના આધારે રેડ કરી દારૂ ઝડપ્યો

કોરોના મહામારી દરમિયાન હાલમાં મોટા ભાગના શહેરો અને તાલુકાઓમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. એવામાં આવા મહામારીના સમયમાં પણ બુટલેગરો મોટા પ્રમાણમાં દારૂના કટિંગ કરી રહ્યા છે. ત્યારે આવા બુટલેગરો પર પોલીસ દ્વારા વોચ ગોઠવી રેડ પાડવામાં આવી રહી છે. ત્યારે મહેસાણાના બાવલું પોલીસે દેલા ગામ પાસેના ફાર્મ હાઉસ માંથી રૂ પાંચ લાખ 65 હજાર 440નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે.

બાવલું પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, બાવલુંના દેલ્લાથી વલાવડી જવાના માર્ગ પર મોમીન મહમદ હનીફ અબ્દુલભાઈ જે સાણદના તેલાવનો રહેવાસી છે અને તે પોતાના ફાર્મમાં વિદેશી દારૂનું વેચાણ છે. જેથી પોલીસે બાતમી આધારે પોલીસે રેડ પાડી બે ઈસમો ને પકડી પડ્યા હતા.

ત્યારબાદ તાપસ દરમિયાન પોલીસે વિદેશી દારૂ તેમજ બિયરની 144 બોટલો તેમજ 1992 ટીન જેની કિંમત પાંચ લાખ 65 હજાર 440નો વિદેશી દારૂનો જથ્થો તેમજ એક મોટર સાયકલ જેની કિંમત રૂ 10 હજાર અને મોબાઈલ નંગ બે જેની કિંમત રૂ. ચાર હજાર તેમજ રોકડ રકમ રૂ. એક હજાર મળી કુલ રુપિયા પાંચ લાખ 65 હજાર 440ના મુદ્દામાલ સાથે પોલીસે બે આરોપીને ઝડપી પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો