મહેસાણા જિલ્લામાં ચૂંટણીમાં રોકાયેલા પોલીગ સ્ટાફ તથા મટીરીયલસને લાવવા લઈ જવા માટે એસટી બસો દોડાવવામાં આવે છે. જે મુજબ મહેસાણા વિભાગની હાલમાં 290 જેટલી એસટી બસોની માંગણી ચૂંટણી તંત્ર દ્વારા કરાઈ છે. જોકે, તેમાં વધારો થઈને આશરે 550 જેટલી બસોની ફાળવણી કરવામાં આવશે તેમ વિભાગીય નિયમકે જણાવ્યું હતું.
મહેસાણા જિલ્લાની સાત બેઠકના સ્થળે ચૂંટણીમાં રોકાયેલા અધિકારીઓ કર્મચારી તથા ઇવીએમ સહિતની સામગ્રીની હેરફેર માટે એસટી વિભાગની અંદાજે 290 જેટલી બસોની ફાળવણીની માંગણી કરવામાં આવી હોવાનું નિયામકે જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર હજુ પણ બસોની ડિમાન્ડ થવાની સંભાવના હોવાથી ચૂંટણી દરમિયાન મહેસાણા ડિવિઝન ની અંદાજે 550 જેટલી બસ ફાળામાં આવશે જેનાથી વિભાગને અંદાજે અડધા કરોડથી વધુની આવક થશે.
હાલમાં મહેસાણા જિલ્લાની બેચરાજી બેઠક માટે 62 બસ ,,ચાણસ્મા સીટ માટે 104 અને પાટણ જિલ્લાની ચાર બેઠકો માટે કુલ 160 એસટી બસ ફાળવવા માટે પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી દ્વારા માંગણી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.જેમાં રાધનપુર સીટ વિસ્તાર બે દિવસ માટે કુલ 45 બસ ચાણસ્મા બેઠક માટે 42 બસ,પાટણ વિસ્તાર માટે 40 બસ અને સિદ્ધપુર બેઠકના સ્થળે પોલીગ સ્ટાફ તથા પોલીંગ મટીરીયલ ના પરિવહન માટે 33 દોડામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.