કોરોના:જિલ્લામાં કોરોનાના નવા 55 કેસ, 75 સાજા થયા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • ઉત્તર ગુજરાતમાં 104 કેસમાં સાબરકાંઠામાં 14 અને પાટણ જિલ્લામાં 9 સંક્રમિતો નોંધાયા

મહેસાણા જિલ્લામાં રવિવારે સૌથી વધુ મહેસાણા તાલુકામાં 27 મળી કુલ 55 કોરોના કેસ નોંધાયા હતા. જ્યારે કડી-ઊંઝામાં 9-9, જોટાણામાં 5, બહુચરાજીમાં 2 તેમજ વિસનગર, વડનગર અને વિજાપુરમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાની સારવાર દરમ્યાન સાજા થતાં 75 વ્યક્તિને ડિસ્ચાર્જ કરાયા હતા. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા 1521 સેમ્પલના રિઝલ્ટ પૈકી 47નું રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે.

જ્યારે અન્ય લેબમાં 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. રવિવારે શહેરી વિસ્તારમાં 18 અને ગ્રામ્યમાં 37 સંક્રમિત આવ્યા હતા. હાલ એક્ટિવ કેસ 303 થયા છે. જ્યારે સ્વાઇન ફ્લુમાં રવિવારે એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે સાજા થતાં એક દર્દીને રજા અપાઇ છે. હાલમાં 3 દર્દી સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...