કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોનાના 27 કેસ સામે 54 સાજા થયા

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાટણમાં 17, બનાસકાંઠામાં 12, સાબરકાંઠામાં 7 કેસ

સોમવારે ઉ.ગુજરાતમાં કોરોનાના 63 કેસ નોંધાયા હતા. જેમાં મહેસાણામાં 27, પાટણમાં 17, બનાસકાંઠામાં 12 અને સાબરકાંઠા જિલ્લાના 7 કેસનો સમાવેશ છે. મહેસાણા જિલ્લામાં 27 કેસ સામે 54 દર્દી સ્વસ્થ થયા હતા. 18 દિવસ બાદ નવા કેસ સામે ડિસ્ચાર્જની સંખ્યા વધુ રહી હતી. આ અગાઉ ગત 8 જુલાઇએ નવા 1 કેસ સામે 29 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. નવા 27 કેસમાં વિજાપુરમાં 10, વડનગરમાં 6, મહેસાણામાં 4, ઊંઝામાં 3, ખેરાલુમાં 2, સતલાસણા અને કડીમાં 1-1 કેસ નોંધાયો હતો. બીજી બાજુ જિલ્લા આરોગ્ય વિભાગે 1893 શંકાસ્પદ સેમ્પલ લીધા હતા.અગાઉના 360 સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો છે.

કોરોનાના 27 કેસની સ્થિતિ

વિસ્તારશહેરીગ્રામ્યકુલ
વિજાપુર3710
વડનગર156
મહેસાણા224
ઊંઝા123
ખેરાલુ112
સતલાસણા011
કડી101
કુલ91827
અન્ય સમાચારો પણ છે...