પુત્રજન્મના મોહ વચ્ચે દત્તકમાં દીકરીઓ આગળ:રાજ્યમાંથી 4 વર્ષમાં 53% દીકરીઓ દત્તક લેવાઇ, દેશનો રેશિયો 60% છે

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રજન્મના મોહ વચ્ચે દત્તકમાં દીકરીઓ આગળ
  • સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીનાં રિપોર્ટ
  • ગુજરાતમાંથી છેલ્લાં 4 વર્ષમાં 519 બાળકો દત્તક લેવાયાં : 241 દીકરા અને 278 દીકરીઓ
  • દેશમાંથી છેલ્લાં 4 વર્ષમાં 14376 બાળકો દત્તક લેવાયાં : 6104 દીકરા અને 8622 દીકરીઓ

વર્ષ 2021-22 ના રિપોર્ટ પ્રમાણે દેશમાં પુત્રી જન્મદરનો રેશિયો દર 1 હજારે 934 નો છે. દર 1 હજારે 927 પુત્રી જન્મદરના રેશિયા સાથે ગુજરાત દેશના 36 પ્રદેશોમાં 30મા ક્રમે છે. પુત્ર જન્મના મોહ વચ્ચે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના રિપોર્ટ પ્રમાણે, છેલ્લા 4 વર્ષમાં દત્તક લેવાતા બાળકોમાં 60% દીકરીઓ રહી છે.

ગુજરાતમાં આ રેશિયો 53% નો રહ્યો છે. છેલ્લા 4 વર્ષમાં ગુજરાતમાંથી દત્તક લેવાયેલા 519 બાળકો પૈકી 278 દીકરીઓ અને 241 દીકરાઓને દત્તક લેવાયા છે. તે પૈકી ગુજરાતની 39 દીકરીઓ અને 25 દીકરાઓ મળી કુલ 64 બાળકોને વિદેશીઓએ દત્તક લીધા છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા 4 વર્ષમાં દેશના દત્તક લેવાયેલા 14376 બાળકો પૈકી 8622 દીકરીઓ છે, જ્યારે 6104 દીકરા રહ્યા છે. જે પૈકી 1878 બાળકોને વિદેશીઓએ દત્તક લીધા છે. એમાં પણ 1163 દીકરીઓ અને 715 દીકરાઓને દત્તક લેવાયા છે.

ગુજરાતમાંથી દત્તક લેવાયેલાં

વર્ષદીકરોદીકરીકુલ
2018-198468152
2019-20366399
2020-214859107
2021-22484997
કુલ216239455

​​​​​​ગુજરાતમાંથી વિદેશીઓએ દત્તક લીધાં​​​​​​

વર્ષદીકરોદીકરીકુલ
2018-19111122
2019-209817
2020-2131215
2021-222810
કુલ253964

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...