તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:મહેસાણા જિલ્લામાં 525 આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 20 મહિનાથી TA-DAથી વંચિત

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.80 કરોડ રૂપિયાનું TA-DA ચૂકવવાનું બાકી

મહેસાણા જિલ્લામાં કોરોના વોરિયર્સ ગાણવામાં આવેલા 575 જેટલા આરોગ્ય કર્મચારીઓને છેલ્લા 20 મહિના થી 1.80 કરોડ જેટલું ટ્રાવેલ એલાઉન્સ અને મોંઘવારી ભથ્થાની ચૂકવણી બાકી હોઈ ગ્રાન્ટના અભાવે ચુકવણું ના થયું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગ્રાન્ટની રાહ આરોગ્ય શાખાને સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે તો લાંબા સમયથી અટકી પડેલું ટીએ-ડીએ કર્મચારીઓ સુધી પહોંચી શકે છે.

મહેસાણા જિલ્લામાં ગંભીર એવી બીમારી કોરોના મહામારી સમયે આરોગ્ય લક્ષી સેવામાં સતત ખડે પગે રહી સતત મોતનું જોખમ ઉઠાવી પોતાની ફરજ નિભાવી હતી ત્યાં આરોગ્ય કર્મચારીઓને પોતાની ફરજના ભાગ રૂપે થતા ખર્ચ ખોરાકી માટે સરકાર દ્વારા નિયમાનુસાર ટીએ-ડીએ ચુકવવામાં આવતું હોય છે. જોકે જિલ્લામાં છેલ્લા 20 મહિના થી 575 જેટલા આરોગ્ય કર્મીઓને ચૂકવવા પાત્ર 1.80 કરોડ જેટલી ટીએડીએની રકમ ચૂકવાવમાં આવી નથી. ત્યારે ગ્રાન્ટના અભાવે લાંબા સમય થી આરોગ્ય કર્મચારીઓને મળવાપાત્ર ટીએડીએની રકમ થી વંચીત રહેવું પડયું છે.

ઉલ્લેખનીય છે કે જે કર્મચારીઓએ કોરોના મહામારી સમયે પોતાની ફરજ નિભાવી હતી અને સરકારે સમાજે જેમને કોરોના યોદ્ધાનું માન સન્માન આપ્યું હતું તેવા મહેસાણા જિલ્લાના રેગ્યુલર આરોગ્ય કર્મચારી ફાર્મસીસ્ટ, લેબટેક્નિશિયન, મ.પો. સુપરવાઇઝર, વર્કર, એફ.એચ.ડબ્લ્યુ, એફ.એચ.એસ., મેડિકલ ઓફિસર્સ સહિતના કર્મચારીઓને ટીએડીએ ચુકવવામાં નથી આવ્યું ત્યારે ગ્રાન્ટની ફાળવણી થાય અને મળવાપત્ર લાભ કર્મચારીઓ સુધી પહોંચે તે આવશ્યક બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...