પરીક્ષા:ITIના 514 વિદ્યાર્થીઓએ ધોરણ-12 સમકક્ષ બનવા અંગ્રેજીની પરીક્ષા આપી

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધોરણ-10 પછી સેમ-4માં અભ્યાસ કરતા છાત્રોની પરીક્ષા
  • મહેસાણાના ત્રણ શાળા કેન્દ્રોમાં લેવાઇ પરીક્ષા, 21 છાત્રો ગેરહાજર

જિલ્લામાં ધોરણ 10 પછી હાલ આઇટીઆઇના સેમેસ્ટર-4માં અભ્યાસ કરતાં 535 વિદ્યાર્થીઓ માટે ધો-12 અંગ્રેજી વિષયની રવિવારે મહેસાણાના ત્રણ શાળા કેન્દ્રોમાં પરિક્ષા લેવાઇ હતી. આ અંગ્રેજી વિષયની પરીક્ષા પાસ કરતાં વિદ્યાર્થીઓને આઇ.ટી.આઇની સાથે સાથે ધોરણ 12 પાસનું પ્રમાણપત્ર પણ મળશે.

શહેરના એસ.જી. શુકલ કન્યા વિદ્યાલય, વી.આર. કર્વે પ્રોગ્રેસીવ હાઇસ્કૂલ અને અર્બન ગર્લ્સ હાઇસ્કૂલમાં રવિવારે સવારે 11 થી બપોર 2 સુધી આઇટીઆઇના સેમ 4ના વિદ્યાર્થીઓની ધો-12 અંગ્રેજીની પરિક્ષામાં કુલ 535 પૈકી 514 હાજર રહ્યા હતા, જ્યારે 21 ગેરહાજર નોધાયા હતા.કોરોનાના કારણે વર્ગદિઠ મહત્તમ 20 વિદ્યાર્થીની બેઠક વ્યવસ્થા સાથે પરિક્ષા લેવાઇ હતી. જેમાં ઉતિર્ણ થનાર વિદ્યાર્થીઓને આઇટીઆઇ અને ધો 12 સમકક્ષ પ્રમાણપત્ર એમ બે પરિક્ષાના પરિણામ મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...