મહેસાણામાં હેર ડોનેશન કેમ્પ:કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે 51 મહિલાએ વાળનું દાન કર્યું, 8 વર્ષની બાળકીથી લઇને 80 વર્ષનાં દાદીએ પણ વાળ ડૉનેટ કર્યા

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

રવિવારે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે રોટરી કલબ મહેસાણા દ્વારા કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે યોજાયેલા મેગા હેર ડોનેશન કેમ્પમાં 51 મહિલાઓએ વાળનું દાન કર્યું હતું. રોટરી ક્લબ ઓફ મહેસાણાના પ્રમુખ હેમવિરસિંહ રાવે જણાવ્યું કે, વાળનું દાન કરનાર દાતાઓમાં કેન્સર જેવા જીવલેણ રોગનો સામનો કરી ચૂકેલાં બે મહિલાઓએ પણ પોતાના કેશનું દાન કર્યું છે.

આ સિવાય, 8 વર્ષની બાળકીથી લઇને 80 વર્ષનાં દાદીએ પણ વાળનું દાન કર્યું છે. એક યુવાને પણ વાળ દાનમાં આપ્યાં છે. ડોક્ટર્સ હોય કે ઘરકામ કરનાર દરેકે આ સેવાયજ્ઞમાં જોડાઇ અન્યો માટે પ્રેરણારૂપ બન્યાં છે. આ વાળ મુંબઇના મદત ફાઉન્ડેશન દ્વારા કેન્સરપીડિત મહિલાઓ માટે વિંગ બનાવી ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં વિનામૂલ્યે આપવામાં આવશે.

જે કેન્સરના દર્દીઓને માનસિક અને આર્થિક રીતે મદદગાર થશે. આ કેમ્પના આયોજનમાં શહેરનાં હેર સ્ટાઇલિસ્ટ દિપ્તીબેન શાહ, મિનરવાબેન, કાર્તિકભાઈ અને તેમની ટીમે નિ:સ્વાર્થ સેવા આપી હતી. કેમ્પમાં મંત્રી હર્ષદભાઇ પટેલ, નીરજ શાહ, મયંક કોઠારી, બિનુબેન રાવ, ડો.દર્શન મોદી, ચંદ્રકાન્તભાઈ પટેલ, ડૉ. સંગીતાબેન સોગાની, જયંતભાઈ પટેલ તેમજ અશ્મિબેન, દિપીકાબેન, કુંદનબેન, ડૉ. હેમંત સોગાનીએ સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...