આંદોલન:જિલ્લાના 5000 સરકારી કર્મીઓ જૂની પેન્શન યોજનાની માંગણી સાથે ધરણામાં જોડાયા

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા આંદોલન ચલાવાઇ રહ્યું છે. સોમવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે યોજાયેલા રાજ્ય કક્ષાના ધરણાં કાર્યક્રમમાં મહેસાણા જિલ્લામાંથી 5 હજાર જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો.

જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકો, મહેસુલી કર્મીઓ, જિલ્લા પંચાયતના કર્મીઓ, તલાટીઓ, ગ્રામસેવકો, આરોગ્ય વિભાગ સહિતના કર્મચારીઓ સવારે 10 થી બપોરે 1 સુધી ગાંધીનગર ખાતે જૂની પેન્શન યોજનાની માંગ સાથે ધરણાંમાં જોડાયા હતા.

અધિકાંશ કર્મચારીઓ ગાંધીનગર કાર્યક્રમમાં હોવાથી સરકારી કચેરીઓમાં કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી હતી. મોટાભાગે શિક્ષકોનું વેકેશન પડી ગયું હોઇ સૌથી વધુ શિક્ષકો જોડાયા હતા. પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી રાકેશભાઇ પટેલે કહ્યું કે, જિલ્લામાંથી પાંચ હજારથી વધુ કર્મચારીઓએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...