તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:જિલ્લામાં વેક્સિનના ઓછા ડોઝ આવતાં 50 % સાઇટ બંધ, મહેસાણા શહેરમાં 3 સેન્ટર જ ચાલુ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણા સિવિલના પ્રથમ માળે પ્રથમ ડોઝ માટે શુક્રવારે ધસારો રહેતા લાંબી લાઇન લાગી હતી. - Divya Bhaskar
મહેસાણા સિવિલના પ્રથમ માળે પ્રથમ ડોઝ માટે શુક્રવારે ધસારો રહેતા લાંબી લાઇન લાગી હતી.
  • શહેરમાં 7 માંથી 3 સેન્ટર ચાલુ હોઇ રસી માટે ભીડ જામી, સ્ટોક ખૂટી પડતાં લોકોને ધક્કો પડ્યો

મહેસાણા જિલ્લામાં વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કર્યાના પાંચમા દિવસ શુક્રવારે વેક્સિનનો ઓછો સ્ટોક ફાળવાતા 50 ટકાથી વધુ સેન્ટરો ઘટાડી દેવાયા હતા.જેમાં વેક્સિન લેવા જતાં લોકોને ફેરો પડ્યો હતો. જ્યારે ઓછા સેન્ટરો થતાં ત્યાં વેક્સિન લેવા સવારથી લાઇનો લાગી હતી અને બપોર સુધીમાં વેક્સિનના ડોઝ પૂરા થતાં લાઇનમાં કલાકો પછી બાકી રહેલા લોકોને વેક્સિન વગર પરત ફરવું પડ્યુ હતું. જ્યારે શહેરમાં 7 માંથી 3 સેન્ટર ચાલુ હોઇ ભીડ જામી હતી અને સ્ટોક ખૂટી પડતાં લોકોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો.

જિલ્લામાં ગુરુવારે 130 સ્થળોએ વેક્સિનેશન સેન્ટર કાર્યરત રહ્યા હતા. જેમાં 18+ માટે 13 હજાર અને 45+ માટે 6500 ડોઝ ફાળવાયા હતા. જ્યારે શુક્રવારે જિલ્લામાં 63 સ્થળો વેક્સિનેશન માટે ચાલુ રહ્યા હતા.જેમાં 18+ માટે 6300 અને 45+ માટે 3150 ડોઝ ફાળવાયા હતા. આમ સેન્ટર અને ડોઝમાં શુક્રવારે 50 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. મહેસાણા તાલુકામાં 25 સેન્ટરથી ઘટીને શુક્રવારે 9 સેન્ટર થયા હતા.જોકે આરોગ્ય તંત્રના સૂત્રોએ કહ્યું કે, સ્ટોક આવ્યો તે મુજબ સાઇડનું આયોજન કરાયુ હતું.

મહેસાણા શહેરમાં ગત તા.21 જૂનથી મહાઅભિયાનમાં વિવિધ 7 જગ્યાએ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયા હતા.જેમાં શુક્રવારે માત્ર સિવિલમાં બે જગ્યાએ અને પીલાજીગંજ ડોસાભાઇ ધર્મશાળા ખાતે એમ કુલ ત્રણ જ સેન્ટરો ચાલુ રહ્યા હતા. જેમાં રાધનપુર રોડ ઓમકારેશ્વર મહાદેવ મંદિર, નાગલપુર સહિતના અન્ય સેન્ટરો શુક્રવારે બંધ રહેતા લોકોને વેક્સિનમાં ફેરો પડ્યો હતો. સિવિલમાં પ્રથમ માળે 200 ડોઝમાં સવારથી લાંબી લાઇન લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોરના વોર્ડમાં વેક્સિનના બીજા ડોઝમાં 70 જેટલા ડોઝ ફાળવાયા હોઇ સવારે 11.30 સુધીમાં સ્ટોક પૂરો થઇ જતાં ઘણાને બીજા ડોઝમાં ધક્કો પડ્યો હતો.

ડોસાભાઇ ધર્મશાળા ખાતે બપોરે 12 વાગ્યાના અરસામાં 110 જેટલા ડોઝ પૂરા થઇ ગયા હતા. અહીંયા પૂછતાં કરીને બપોરે કેટલાક પરત ફર્યા હતા. અહીં વેક્સિન લેવા આવેલા ઇન્દિરાનગરના ચેતન પવારે કહ્યુ કે, વેક્સિન નથી હવે કાલે તપાસ કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...