તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વધારો:તહેવારોમાં ફૂલની માંગ સાથે ભાવમાં 50 ટકાનો વધારો

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા શહેરમાં ગલગોટાના ફૂલ વધુ 20 ટકા અને ગુલાબના ફૂલ 80થી 90 ટકા મોંઘા

મહેસાણા જિલ્લામાં 10 દિવસ અગાઉ કરતાં હાલમાં ફૂલના ભાવમાં 50 ટકા સુધીનો વધારો આવ્યો છે. દિવાળી અને લાભપાંચમ સુધીના તહેવારોમાં આ જ ફૂલ 20 થી 94 ટકા સુધી મોંઘા બનશે તેવું ફૂલના વેપારીઓનું અનુમાન છે.

સામાન્ય રીતે ધનતેરસથી લાભપાંચમ સુધી મુહૂર્ત પૂજનમાં ફૂલોની માંગ સૌથી વધુ હોય છે. એમાં પણ ગલગોટા અને ગુલાબના ફૂલની માંગ વિશેષ હોય છે. મહેસાણા શહેર સહિત જિલ્લામાં 10 દિવસ પહેલાં એક કિલો ગલગોટા રૂ.100, જ્યારે ગુલાબ રૂ.150ના ભાવે મળી રહ્યા હતા. પરંતુ દિવાળીના તહેવારોને લઇ બંને ફૂલના ભાવમાં 50 ટકા સુધીનો વધારો થયો હોય તેમ ગલગોટા રૂ.150 અને ગુલાબ રૂ.180ના ભાવે વેચાયા હતા. ફૂલના વ્યવસાય સાથે સંકળાયેલા મહેશભાઇ રામીએ જણાવ્યું કે, ધનતેરસથી ફૂલની માંગ વધી છે. આ માંગ લાભપાંચમ સુધી રહેશે. જેને લઇ પ્રતિ કિલો ગલગોટાનો ભાવ રૂ.180 અને ગુલાબનો ભાવ રૂ.350 સુધી પહોંચી જશે. એટલે કે, ગલગોટાના ફૂલ વધુ 20 ટકા અને ગુલાબના ફૂલ 80થી 90 ટકા મોંઘા થશે.

આજે સ્વગૃહી ગુરુ અને શનિ વચ્ચે દિવાળી પર્વ
જ્યોતિશાસ્ત્ર મુજબ, 14મીને દિવાળીએ ગુરુ અને શનિ ગ્રહ તેમની સ્વ-રાશિમાં હોઇ એક વિશેષ યોગ બની રહ્યો છે. સ્વગૃહિ ગુરુ અને શનિ ગ્રહ વ્યક્તિની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે. 14મી બપોરે 2.18 કલાકે ચૌદશની તિથિ પૂરી થઇ દિવાળી શરૂ થશે. જે રવિવાર સવારે 10.37 કલાક સુધી રહેશે. જેને લઇ અમાસનું સ્નાન 15 મી એ રવિવારે રહેશે.

દિવાળીના શુભ મુહૂર્ત
દિવાળીના દિવસે લક્ષ્મીપૂજા, સરસ્વતી પૂજા અને ચોપડા પૂજા કરાય છે. શનિવારે બપોરે 1.42 થી 4.26 કલાક સુધી લાભ અને અમૃત ચોઘડિયું રહેશે. દિવાળીની શરૂઆત બપોરે 2.18 કલાકથી શરૂ થતી હોઇ ત્યારબાદ પૂજન કરી શકાશે. સાંજે 5.55 થી 7.32 સુધી લાભ અને ત્યારબાદ રાત્રે 9.09 થી 10.46 સુધી શુભ ચોઘડિયું પૂજન માટે શુભફળ આપનારું રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો