કામગીરી:મહેસાણાથી નર્મદા જિલ્લાને ચૂંટણી માટે 50 ઇવીએમ મશીન ફાળવાયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિઝર્વમાં ઇવીએમ પડ્યા હોય અન્ય જિલ્લાને ફાળવવા માટે હુકમ કરાયો

મહેસાણા જિલ્લામાં રિઝર્વ માં પડી રહેલા 50 જેટલા ઇવીએમ વિધાનસભાની ચૂંટણીને લઇ નર્મદા જિલ્લાઓને આપવા માટે હુકમ કરાયો હતો જેને લઇ ગુરૂવારના રોજ તંત્ર ઈવીએમ મોકલવાની કામગીરીમાં જોતરાયું હતું.

વિધાનસભાની ચૂંટણી કરવા માટે નર્મદા જિલ્લામાં વધારે ઇવીએમ ની જરૂર પડતા મહેસાણા જિલ્લા ના વેરહાઉસમાં રિઝર્વ માં રહેલા 50 જેટલા ઇવીએમ અને વીવીપેટ મશીન નર્મદા જિલ્લાને આપવા માટેનો હુકમ થતા જિલ્લાનું ચૂંટણી તંત્ર ઈવીએમને નર્મદા મોકલવાની કામગીરીમાં પરોવાયુ હતું બીજી તરફ બાસણા ખાતે તૈયાર થઈ રહેલા મત ગણતરી કેન્દ્રની જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે મુલાકાત લઈ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો ચૂંટણી તંત્રને કર્યા હતા.

11569 પોલિંગ સ્ટાફને મતદાન કરવા પોસ્ટલ બેલેટ અપાશે
જિલ્લાની સાત વિધાનસભા બેઠકો ઉપર મતદાન તેમજ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા 11569 જેટલા કર્મચારીઓને હરિફ ઉમેદવારની યાદી તૈયાર થઈ ગયા બાદ મતદાન કરવા માટે પોસ્ટલ બેલેટ આપવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...