વેપારીઓ સાવધાન!:મહેસાણા જિલ્લામાં ઊંધિયું-જલેબી વેંચતા વ્યાપારીઓને ફૂડ વિભાગની 5 ટીમો ચેકિંગ કરશે, આજે 7 સેમ્પલ લેવાયા

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉતરાયણ ના તહેવાર વચ્ચે કાલે મહેસાણા ફૂડ વિભાગની ટિમો જિલ્લા ભરમાં ફરસાણ ના વ્યાપારીઓને ત્યાં જઈ વેંચતા ફરસાણ નું ટેસ્ટીગ કરશે તેમજ કોઈ પણ વસ્તુ ખરાબ લાગશે તો ત્યાંજ તેનો નાશ કરી વ્યાપારી સામે કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારે આજે પણ કેટલાક સ્થળે થી ફરસાણ ના સેમ્પલ લઈ લેબમાં મોકલી અપાયા છે.

મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા ઉતરાયણ ના તહેવાર ને લઈ 12 થી 15 તારીખ સુધી અલગ અલગ તાલુકાઓમાં ફરસાણ ના વ્યાપારીઓને ત્યાં બનતી વાનગીઓનું ટેસ્ટીગ કરવામાં આવી રહ્યું છે.ત્યારે વ્યાપારીઓ લોકોને યોગ્ય ચીજવસ્તુઓ આપી રહ્યા છે કે નહીં એ અંગે વ્યાપારીઓને ત્યાં બનતી વિવિધ આઇટમો ચેક કરી ત્યારબાદ જલેબી, ફાફડા,તેલમાં વપરાતા સોડા,ઊંધિયું,ઘી અને તેલ ની ક્વોલિટી ચેક કરવામાં આવશે તેમજ સ્થળ પર જ નમૂના લઇ ટેસ્ટ કરાશે ત્યારે આજે 3 જલેબી,2 ફાફડા,2 ઊંધીયાના સેમ્પલ લેવાયા.

ફૂડ વિભાગે ચેકિંગ માટે પાંચ ટિમો બનાવી છે.12 તારીખ થી જિલ્લા ભરમાં ચેકિંગ કરી રહી છે. ત્યારે કાલે પણ અલગ અલગ તાલુકાઓમાં ચેકિંગ હાથ ધરાશે જેમાં વ્યાપારીઓ પાસે રહેલ માલ ખરાબ લાગશે તો ત્યાં જ તેનો નાશ કરી દેવામાં આવશે. તેમજ જો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવશે તો સિઝ કરી દેવામાં આવનાર છે ત્યારે જિલ્લામાં કાલે ફૂડ સેફટી ઓન વહીલ વાન સાથે ફૂડ ટિમો વહેલી સવાર થી જ બજારોમાં ચેકિંગ કરશે.

અન્ય સમાચારો પણ છે...