તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મંગળવારે હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જેમાં જિલ્લા પંચાયતની 42 બેઠક પૈકી એક બિનહરીફ થતાં હવે 41 બેઠક પર 107 ઉમેદવારો વચ્ચે ચૂંટણી લડાશે. 10 તાલુકા પંચાયતની 216માંથી 9 બેઠકો બિનહરીફ અને એક ખાલી રહેતાં હવે 206 બેઠક ઉપર 505 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે મહેસાણા, ઊંઝા, વિસનગર અને કડી પાલિકાની કુલ 152 બેઠક પૈકી કડીની 26 અને ઊંઝાની 2 મળી કુલ 28 બેઠકો બિનહરીફ થતાં હવે 124 બેઠક ઉપર 311 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. હવે કુલ 923 ઉમેદવારો વચ્ચે આગામી તા.28મીએ ચૂંટણી જંગ ખેલાશે.
મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતની કુલ 216 બેઠકની ચૂંટણી પૈકી ખેરાલુના ડાલીસણા ગામે ચૂંટણી બહિષ્કાર કર્યો હોઇ એકપણ ફોર્મ ન ભરાતાં બેઠક પહેલેથી ખાલી રહી છે. જ્યારે મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાની અવધી પૂરી થતાં હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. જેમાં તા.પં. બહુચરાજીમાં 3, કડી અને વિસનગરમાં બે-બે તેમજ ખેરાલુમાં 1 મળી કુલ 8 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. જ્યારે ખેરાલુના ડભોડા-2 બેઠક પર ભાજપના બે ફોર્મ રદ થતાં કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. હવે 10 તાલુકા પંચાયતની 206 બેઠકોની ચૂંટણી યોજાશે. આ સાથે હરીફ ઉમેદવારોને ચૂંટણી ચિન્હો ફાળવી દેવાયા હતા.
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સોમવારે 113માંથી 5 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. 10 તાલુકા પંચાયતમાં 544માંથી 30 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું હતું. જ્યારે ચાર નગરપાલિકામાં 384માંથી 45 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું હતું.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.