તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ઉ.ગુ.ના 5 રેલવે સ્ટેશને પ્લેટફોર્મ ટિકિટના હવે રૂ.30 ચુકવવા પડશે

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાકાળમાં 50 કરાયા બાદ ફરી 10 કરાયા ત્યાર બાદ 20 નો વધારો
 • અગાઉ ટિકિટદર પ્રતિ વ્યક્તિએ રૂ.10 હતો, મહેસાણા , પાટણ, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા રેલવે પ્લેટફોર્મ ટિકિટના 30 કરાયા

અમદાવાદ રેલવે ડિવિઝન હસ્તકના 13 રેલવે સ્ટેશનનો પર પ્લેટફોર્મ ટિકિટના દરમાં ગુરૂવારથી વધારો કરવામાં આવ્યો છે. જેમાં અગાઉ જે પ્લેટફોર્મ માટે રૂ.10 ની ટિકિટ લેવી પડતી હતી, તે માટે હવે રૂ.30 ચૂકવવા પડશે. એટલે કે, પ્લેટફોર્મ ટિકિટના દરમાં 200 ટકાનો વધારો ઝીંકાયો છે.કોરોના કાળમાં બિનજરૂરી લોકો ભેગા ન થાય તે માટે 50 કરાયા હતા.ત્યાર બાદ ઘટાડી 10 કરાયા હતા ત્યાં ફરી 20 નો વધારો 30 કરાયા છે.

અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા તા.25 માર્ચથી 13 પૈકી ઉત્તર ગુજરાતના 5 રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટના દરમાં વધારો કરાયો છે. જેમાં હવે કોઇ પણ મુસાફર મહેસાણા, પાટણ, ઊંઝા, પાલનપુર અને સિધ્ધપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ટિકિટ લેવી હોય તો રૂ.30 ચૂકવવા પડશે. આ સિવાયના બાકી રહેતાં રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટનો રૂ.10 નો દર યથાવત રખાયો છે. નવા ટિકિટના દર લોકલ ટ્રેનમાં 40 થી 45 કિલોમીટરની મુસાફરી કરવા માટે ચૂકવવા પડતા ભાડાં બરાબર છે. ઉલ્લેખનીય છે કે,મહેસાણાથી કલોલ સુધીનું લોકલ ટ્રેનનું ભાડું રૂ.30 છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો