કાર્યવાહી:જુગાર પકડાતાં મહેસાણા બી ડિવિ.ના 5 પોલીસમેન સસ્પેન્ડ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક મહિના પહેલા મોઢેરા ચોકડી પાસેથી વિજિલન્સે જુગાર પકડ્યો હતો, ખાતાકીય તપાસના અંતે એસપીની કાર્યવાહી

મહેસાણા મોઢેરા ચોકડી નજીક એક મહિના પહેલાં સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી જુગારધામ પકડ્યું હતું. જેને પગલે ફરજમાં બેદરકારી દાખવનાર બી ડિવિઝન પોલીસ મથકના 5 પોલીસ કર્મીની અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બદલી કરાઇ હતી. ખાતાકીય તપાસના અંતે એસપી ડો. પાર્થરાજસિહ ગોહિલે પાંચે કર્મચારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પોલીસ બેડામાં હલચલ મચી ગઇ હતી.

મહેસાણા શહેરમાં એક મહિના પહેલાં મોઢેરા ચોકડી જુગારધામ પર વિજિલન્સની ટીમે રેડ કરી હતી. જેમાં લિસ્ટેડ જુગારી ઝાલા હતો. આથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 5 કર્મચારીઓને ફરજ બેદરકારી બદલ તાત્કાલિક બદલી કરી દેવામાં આવી હતી. આ મામલે ખાતાકીય તપાસ ચાલુ હતી, જે પૂર્ણ થતાં ફરજમાં બેદરકારી હોવાનું પુરવાર થતાં પાંચે કર્મચારીઓને સસ્પેન્ડ કરતો હુકમ જિલ્લા પોલીસવડાએ કર્યો છે.

આ 5 કર્મી સસ્પેન્ડ થયા
1. હેડ કોન્સ્ટેબલ વિજય મોદી
2. હેડ કોન્સ્ટેબલ સંદીપ વિનુભાઇ
3. હેડ કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ બળવંતસિંહ
4. પો.કોન્સ. જશવંતજી બાબુજી
5. લોકરક્ષક પંકજભાઇ બાબુભાઇ

અન્ય સમાચારો પણ છે...