તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કબૂતરબાજી:કરજીસણના બે યુવકોને અમેરિકા મોકલવાનું કહી દિલ્હીમાં ગોંધી રાખનારા 5 શખ્સો ઝબ્બે

મહેસાણા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
જીગર છોટાલાલ મહેતા (રાજકોટ), હરભજનસિંઘ રાજપૂત,લુધિયાણા, રાહુલ પટેલ સાંથલ, વિકાસ બનાલ (ગુડગાંવ), કશ્યપ શાહ (કલોલ)- ડાબે થી - Divya Bhaskar
જીગર છોટાલાલ મહેતા (રાજકોટ), હરભજનસિંઘ રાજપૂત,લુધિયાણા, રાહુલ પટેલ સાંથલ, વિકાસ બનાલ (ગુડગાંવ), કશ્યપ શાહ (કલોલ)- ડાબે થી
 • 70 હજાર અમેરિકન ડોલરની માગણી કરતો વીડિયો બનાવ્યો
 • મહેસાણા એલસીબી મોબાઇલ લોકેશન ટ્રેસ કરી છેક દિલ્હી પહોંચી

કડી તાલુકાના કરજીસણ ગામના બે યુવકોને અમેરિકા મોકલવાના બહાને દિલ્હી બોલાવી 70 હજાર અમેરિકન ડોલરની માગણી કરી ગોંધી રાખનારી ટોળકીને મહેસાણા એલસીબી પોલીસે ઝડપી લીધી છે. પોલીસે બંને યુવાનોને મુક્ત કરાવી 5 ઠગોને જેલભેગા કર્યા કરજીસણના જયેશ જીતેન્દ્રસિંહ ચાવડા (22) અને મયુર રામાભાઇ પટેલ (25)ને સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા મોકલવાનું કહી એજન્ટોએ દિલ્હી બોલાવ્યા હતા અને ચંડીગઢ એરપોર્ટ લઇ જવાનું કહી ગાડીમાં બેસાડી નશાકારક દવાની ગોળીઓ ખવડાવી બેભાન કરી તેમની પાસેથી રૂ.1,05,000 રોકડા, 400 ડોલર અને 2 મોબાઇલ, બંનેના પાસપોર્ટ વગેરે લૂંટી ગોંધી રાખ્યા હતા.

27 જાન્યુઆરીએ ઘરેથી નીકળ્યા બાદ ફોન બંધ આવતો હોઇ જયેશના પિતા જીતેન્દ્રસિંહ ચાવડાએ મહેસાણા એસપીને કરેલી અરજી આધારે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સમાં બંનેના મોબાઇલ લોકેશન દિલ્હી આવતાં હોઇ પીએસઆઇ એસ.બી. ઝાલા સહિત સ્ટાફે દિલ્હી પહોંચી વિકાસ સતવીરસિંગ બનાલ (ગુડગાંવ, હરિયાણા), કશ્યપ વિનોદચંદ શાહ (કલોલ, કુબેર નરસીના જૂના ચોરા પાસે), જીગર છોટાલાલ મહેતા (રાજકોટ, રોયલહોમ, ઘંટેશ્વર), અંકિત ભરતકુમાર દવે (કલોલ, મોટા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં), રાહુલ પટેલ (સાંથલ) અને હરભજનસિંઘ ચાનસિંઘ રાજપૂત (લુધિયાણા, પંજાબ)ને પકડી બંને યુવાનોને મુક્ત કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો