વિવાદ:ગણેશપુરામાં ગણેશ વિસર્જનમાં 5 શખ્સોનો પરિવાર પર હુમલો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રણને ઇજા, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • ધક્કા મૂકી કરતાં ઠપકો આપતાં મામલો બિચક્યો

વિજાપુર તાલુકાના ગણેશપુરા ગામે ગણેશ વિસર્જનના વરઘોડામાં નાચતા અને મહિલાઓમાં ધક્કા મૂકી કરનારને ઠપકો આપતા પાંચ જેટલા શખ્સોએ એક જ પરિવારના ત્રણ સભ્યો પર ધોકા અને તલવાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પટેલ પરેશભાઈ જયંતીભાઈ અન્યની સાથે હતા. ત્યારે ગામના જ અન્ય સિદ્ધરાજસિંહ સહિતના યુવાનો નાચતા હતા. ત્યારે તેમણે જ્યાં મહિલાઓ હતી ત્યાં જઇ ધક્કા મૂકી કરતા મંડળના પ્રમુખ વિક્રમભાઈ પટેલે મહિલા વિભાગમાં નાચતા નહીં કહેતા યુવાનોએ સાંજના સોમવારે ગામના દીપક સિંહ અને સંગ્રામ સિંહ હાથમાં ધોકા સાથે તેમજ સિદ્ધરાજ સિંહ તલવાર, કૃણાલસિંહ હાથમાં ધોકો લઈ આવીને પરેશભાઈને વિક્રમભાઈએ અમને મહિલા વિભાગમાં કેમ નાચવાની ના પાડી હતી. તેમ કહીને ચારે જાણે પરેશભાઈ તેમની પત્ની પિતા અને તેમના દીકરા પર હુમલો કરી માર માર્યો હતો.

આમની સામે ફરિયાદ
1. દિપક સિંહ મનુસિંહ રાઠોડ
2. સંગ્રામસિંહ અર્જુનસિંહ રાઠોડ
3. સિધ્ધરાજસિંહ જશુ સિંહ રાઠોડ
4. કૃણાલ સિંહ અશ્વિન સિંહ રાઠોડ
5. ધર્મેન્દ્રસિંહ કેસરસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...