તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:વિસનગરમાં સસ્તું સોનુ લેવાની લાલચમાં આધેડે 5 લાખ ગુમાવ્યા, બે ઈસમો નકલી બિસ્કીટ પધરાવી ગયા

મહેસાણા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુત્રના લગ્ન માટે પિતાને સસ્તું સોનુ ખરીદવું ભારે પડ્યું

મહેસાણામાં એક આધેડે સસ્તુ સોનું મેળવવાની લાલચમાં પાંચ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. બે શખ્સો નકલી સોનાની બિસ્કીટ પધરાવી ગાયબ થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાવવામા આવી છે.

વિસનગર માં આવેલ ઉપવન સોસાયટી માં રહેતાં કનુભાઈ પટેલ નામના વ્યક્તિ ના પુત્ર ના લગ્ન હોવાથી તેઓ એક દુકાન પાસે પોતાના મિત્ર સાથે પુત્ર ના લગ્ન હોવાથી 150 ગ્રામ જેટલું સારું અને સસ્તું સોનુ લેવાની વાત કરી રહ્યા હતા ત્યારે મિત્ર દિલીપ નામના વ્યક્તિ એ સસ્તું સોનુ લાગી આપવાની વાત કરી હતી.

ત્યારબાદ ફરિયાદી પર વહેલી સવારે તેમના મિત્ર એ કોલ કરી જણાવેલ કે એક વિશાલ નામનો વ્યક્તિ છે જેની પાસે 150 ગ્રામ સોનાના બિસ્કિટ છે જેથી તમે 5 લાખ લઈને મહેસાણા ચોકડી અવાનું કહ્યુ હતુ જેથી ફરિયાદી 5 લાખ રૂપિયા લઈન વિસનગર ની બહાર આવેલ સિદ્ધેશ્વરી મંદિર પાછળ સવાલા રોડ પાસે આવી પહોંચ્યા જતા જ્યાં એક સ્વીફ્ટ ગાડી માં બે ઈસમો આવેલા અને વિશાલ નામના ઇસમે ફરિયાદી ને 50 50 ગ્રામ ના 3 સ્વીઝરલેન્ડ માર્ક ના 999.0 હોલમાર્ક વાળા 150 ગ્રામ વજન ના બિસ્કિટ બતાવેલા ત્યારબાદ બિસ્કિટ ની ખરાઈ કર્યા વિના ફરિયાદી એ બિકસીટ વેચવા આવેલા બે ઈસમો ને રૂપિયા પાંચ લાખ આપી દીધા હતા.

ત્યારબાદ બિસ્કિટ ની ખરાઈ કરવા માટે આ ફરીયાદી પોતાના મિત્ર સાથે સોના ચાંદી ની દુકાન માં ગયા હતા ત્યાં તપાસ કરતા ત્રણે બિસ્કિટ નકલી હોવાની હકીકત બહાર આવી હતી જેથી ફરિયાદી બિસ્કિટ વેચવા આવનાર વિશાલ નામના ઈસમ ને શોધવા પરત ગયા હતા જ્યાં કોઈ નજરે ના પડતા આખરે પોતાની સાથે ઠગાઇ થઈ હોવાનું માલુમ પડતા ફરિયાદી એ બે ઈસમો સામે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...