અનલોક 2:મહેસાણામાં 22 હજારની રોકડ સાથે 5 જુગારી ઝડપાયા

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં ઇન્દિરાનગર સોસાયટીની પાછળ ખુલ્લામાં ચાલતા જુગારધામ પર એ ડિવિજન પોલીસ સ્ટેશનના કિરીટભાઇ ચૌધરી સહિત સ્ટાફે રેડ કરી હતી. જેમાં રોકડ રૂ.22 હજાર સાથે દલપત દંતાણી, હરેશ અમરતભાઇ દંતાણી, વાસુ રમેશભાઇ દંતાણી (તમામ રહે. ગજાનંદ સોસાયટી, ઉચરપી રોડ, મહેસાણા), તુલસી જગમાલભાઇ દંતાણી (ઉચરપી), રામા કનુભાઇ દંતાણી (સિદ્ધેશ્વરી સોસાયટી, ચામુંડાનગર પાછળ, મહેસાણા) સહિત પાંચ જુગારીની ધરપકડ કરી હતી. 

અન્ય સમાચારો પણ છે...