તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • 5 Deaths Due To Corona In Mehsana, 48 New Cases, District Health Officer Dr. P.K. Sony's Report Came Positive And Was Submitted To Sai Krishna

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહેસાણામાં કોરોનાથી 5નાં મોત,નવા 48 કેસ, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. સોનીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં સાંઇક્રિષ્ણામાં દાખલ કરાયા

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણાના બે, ઉનાવા, ફલુ અને કલોલના વૃદ્ધ કોરોના સામે જંગ હાર્યા : નવા દર્દીમાં મહેસાણામાં 26, વિજાપુર-7, કડી-5, ઊંઝા-4, બહુચરાજી-2, વિસનગર-સતલાસણા-જોટાણા-ખેરાલુમાં 1-1

મહેસાણામાં કોરોનાની સારવાર લઇ રહેલા 5 દર્દીઓના શુક્રવારે સારવાર દરમિયાન મોત થયાં હતાં. જેમાં મહેસાણાના પ્રવિણભાઇ પટેલ (78), કાન્તિભાઇ મકવાણા (69), ઉનાવાના રણછોડભાઇ પટેલ (78), વિજાપુરના ફલુ ગામના નરેન્દ્રભાઇ પટેલ (64), કલોલના નવિનચંદ્ર બારોટ (74)નો સમાવેશ થાય છે. જ્યારે મહેસાણા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પી.કે. સોનીનો શુક્રવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તબિયત બગડતાં સાંઇક્રિષ્ણા કોવિડ

હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જિલ્લામાં નવા 48 કેસ આવ્યા છે, તેમાં મહેસાણામાં સૌથી વધુ 26, વિજાપુર-7, કડી-5, ઊંઝા-4, બહુચરાજી-2, વિસનગર-સતલાસણા- જોટાણા અને ખેરાલુમાં 1-1 કેસ આવતાં તમામ દર્દીઓને હોસ્પિટલ તેમજ હોમ આઇસોલેટ કરાયા છે. તેમજ 656 દર્દીઓના સેમ્પલ લેવાયા હતા અને 37 દર્દીઓને સ્વસ્થ થતા રજા અપાઇ છે. હજુ 539 દર્દી સારવાર હેઠળ છે. મહેસાણાના રાધનપુર રોડ અનેે પાંચોટ ઓજીમાં 4-4 કેસ આવ્યા હતા.

શુક્રવારે નોંધાયેલા કોરોના સંક્રમિતો, કુલ 539 દર્દી સારવાર હેઠળ

મહેસાણા :
નાગલપુર (49)(પુરુષ)
નાગલપુર (57)(મહિલા)
ધોબીઘાટ રોડ (29)(મહિલા)
મહેસાણા-58)(મહિલા)
વિસનગર લીંક (40)(પુરુષ)
સોમનાથ રોડ (59)(પુરુષ)
માનવઆશ્રમ (32)(પુરૂષ)
મોઢેરા રોડ (60)(મહિલા)
ધોબીઘાટ રોડ (32)(પુરૂષ)
ધોબીઘાટ રોડ (49)(પુરૂષ)
રાધનપુર રોડ (66)(મહિલા)
મોઢેરા રોડ (44)(મહિલા)
રામોસણા હાઇવે (50)(મહિલા)
રામોસણા હાઇવે (23)(મહિલા)
માનવઆશ્રમ (60)(પુરૂષ)
રાધનપુર રોડ (39)(પુરૂષ)
રાધનપુર રોડ (52)(મહિલા)
રાધનપુર રોડ (24)(મહિલા)
ગઢા (30)(પુરુષ)
પાંચોટ ઓજી (78)(પુરૂષ)
લાખવડ (6)(પુરુષ)
ભાસરીયા (70)(મહિલા)
પાંચોટ ઓજી (54)(મહિલા)
પા઼ચોટ ઓજી (28)(પુરુષ)
ગોઝારીયા (45)(પુરૂષ)
પાંચોટ (ઓજી (65)(મહિલા)
ઊંઝા :
શિહી (55)(પુરૂષ)
ઊંઝા (70)(પુરૂષ)
રામનગર (70)(પુરુષ)
રાજગઢ (58)(મહિલા)
કડી :
કુંડાળ (42)(પુરૂષ)
નાનીકડી (37)(પુરૂષ)
વડવાલા હનુમાન પાસે (મ)
દલીકુંડ મહાદેવ (24)(પુરૂષ)
કડી (52)(પુરૂષ)
વિજાપુર :
હિંમતનગર હાઇવે (37)(પુરૂષ)
બિલીયા (37)(મહિલા)
બિલિયા (41)(પુરૂષ)
દેવપુરા (23)(પુરૂષ)
ગેરીતા (52)(પુરૂષ)
દેવપુરા (50)(પુરૂષ)
ટીટોદણ (57)(પુરુષ)
વિસનગર :
ધનસુરિયા પોળ (21)મહિલા)
જોટાણા :
સાંથલ (62)(પુરૂષ)
ખેરાલુ :
નાનો બારોટવાસ (27)(પુરુષ)
સતલાસણા :
રાજપુર (80)(મહિલા)
બહુચરાજી :
લીલાપુરા (43)(પુરૂષ)
અંબાલા (51)(પુરૂષ)

નિવૃત્ત શિક્ષકને કોરોના ભરખી ગયો
વિજાપુરના ફલુ ગામના નિવૃત શિક્ષક નરેન્દ્રભાઇ બાબુભાઇ પટેલને સપ્તાહ પૂર્વે ખાંસી અને તાવની ફરિયાદ સાથે શ્વાસ લેવામાં ઉભી થયેલી તકલીફ વચ્ચે મહેસાણાની કોવિડ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેમનું શુક્રવારે મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો