ઠંડીમાં વધારો:ઉ.ગુ.માં 3 દિવસમાં ઠંડીમાં સાડા 5 ડિગ્રીનો વધારો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસામાં 24 કલાક ઠંડી 10.3 ડિગ્રીએ પહોંચી, ઠંડીની આ સ્થિતિ યથાવત રહી શકે

ઉત્તર ગુજરાતમાં સોમવારે લઘુત્તમ તાપમાનમાં અડધા ડિગ્રીના ઘટાડા સાથે છેલ્લા 3 દિવસમાં ઠંડી સાડા 5 ડિગ્રી વધી છે. જેને લઇ મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 10.3 થી 13 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. બીજી બાજુ દિવસનું તાપમાન પણ અડધો ડિગ્રી ઘટીને 26.5 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.

દિવસ અને રાતના તાપમાનમાં આવેલા ઘટાડાના કારણે આખી રાત કાતિલ ઠંડીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જ્યારે દિવસ દરમિયાન ઘરોમાં, ઓફિસોમાં અને દુકાનોમાં ખુલ્લા પગે ચાલવું મુશ્કેલી ભર્યું હતું. મહેસાણામાં છેલ્લા 24 કલાક ઠંડી અડધો ડિગ્રી વધીને 11.1 થઇ હતી. ઠંડીના ચમકારાને લઇ બંધબારણે હાથ-પગ ઠંડા હેમ કરતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4-5 દિવસ કાતિલ ઠંડીની આ સ્થિતિ યથાવત રહી શકે છે.

ઉ.ગુ.માં ઠંડીનો પારો
મહેસાણા 11.1 (-0.2) ડિગ્રી
પાટણ 10.9 (-0.1) ડિગ્રી
ડીસા 10.3 (-0.4) ડિગ્રી
હિંમતનગર 12.8 (-0.4) ડિગ્રી
મોડાસા 13.0 (-0.5) ડિગ્રી

અન્ય સમાચારો પણ છે...