તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લા માં નવા 498 પોઝિટિવ કેસ 434 દર્દી ડિસ્ચાર્જ, સતલાસણામાં માત્ર 1 કેસ નોંધાયો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા 5520ને પાર પહોંચી

મહેસાણા જિલ્લામાં આજે પણ નવા 498 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જેથી જિલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા 5520ને પાર પહોંચી છે. જિલ્લામાં હજુ પણ કોરોના સંક્રમણમાં વધારો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ રોજ ના 400 કેસ નોંધાઈ રહ્યા છે.

બેચરાજી ગ્રામ્યમાં 27 ,જોટાણા ગ્રામ્યમાં 10, કડી શહેરમાં 20 અને ગ્રામ્યમાં 24, ખેરાલુ શહેરમાં 9 અને ગ્રામ્યમાં 41, મહેસાણા શહેરમાં 90 અને ગ્રામ્યમાં 41, સતલાસણા 1, ઊંઝા શહેરમાં 25 અને ગ્રામ્યમાં 29, વડનગર શહેરમાં 13 અને ગ્રામ્યમાં 21, વિજાપુર શહેરમાં 8 અને ગ્રામ્યમાં 47, વિસનગ શહેરમાં 54 અને ગ્રામ્યમાં 48 કેસ નોંધાયા છે.

મહેસાણાનું કોરોનામીટર

તાલુકોશહેરગ્રામ્યકુલ
મહેસાણા9041131
વિસનગર5448102
વિજાપુર84755
ઊંઝા252954
ખેરાલુ94150
કડી202444
વડનગર132134
બહુચરાજી01717
જોટાણા01010
સતલાસણા011
કુલ219279498

​​​​​​​

જિલ્લામાં આજે 735 સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ આજે 498 પોઝિટિવ કેસ સામે 434 દર્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા હતા. આજે શહેરી વિસ્તારોમાંમાં કુલ 219 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં 279 પોઝિટિવ કેસ નવા સામે આવ્યા હતા. જેથી જિલ્લામાં ગામડાઓમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે.

મહેસાણા જિલ્લામાં આજે સતલાસણા તાલુકામાં સૌથી ઓછા કેસ કેસ સામે આવ્યા છે. સતલાસણાના ગામડાઓમાં આજે માત્ર 1 કેસ નોંધાયો છે. જેમાં સતલાસણા તાલુકા અને ગ્રામ્ય માટે ક્યાંકને ક્યાંક રાહતના સમાચાર કહી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...