તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે 498 નવા કેસ, 426 દર્દી ડીસ્ચાર્જ થયા

મહેસાણા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શહેરી વિસ્તારની માફક ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો કહેર યથાવત
 • મહેસાણામાં 26 અને વિસનગરમાં 12 કોરોના મૃતકોની અંતિમવિધિ કરાઇ: વિસનગરમાં 98, મહેસાણા 91, કડીમાં 84, વિજાપુરમાં 66, ઊંઝામાં 41, સતલાસણામાં 30, વડનગરમાં 27, બહુચરાજીમાં 26, જોટાણામાં 21 અને ખેરાલુમાં 14 કેસ

મહેસાણા જિલ્લામાં સતત વધી રહેલા કેસોના કારણે રવિવારે એક્ટીવ કેસની સંખ્યા 5 હજાર નજીક 4971એ પહોંચી છે. બીજી બાજુ 200 શહેરી અને 298 ગ્રામ્ય મળી કુલ નવા 498 કેસ નોંધાયા હતા. જ્યારે 426 દર્દીએ કોરોનાને હરાવ્યો હતો. તાલુકા દીઠ સંક્રમિતોની સ્થિતિ જોઇએ તો, વિસનગરમાં 98, મહેસાણામાં 91, કડીમાં 84, વિજાપુરમાં 66, ઊંઝામાં 41, સતલાસણામાં 30, વડનગરમાં 27, બહુચરાજીમાં 26, જોટાણામાં 21 અને ખેરાલુમાં 14 કેસ નોંધાયા હતા. જ્યારે 786 સેમ્પલ લેવાયા હતા.

મહેસાણા શહેરમાં રવિવારે 40 મૃતકોને અંતિમ સંસ્કાર કરાયા હતા. જે પૈકી 26 મૃતકોને કોરોના ગાઇડ લાઇન મુજબ અંતિમવિધિ કરાઇ હતી. જેમાં નિજધામમાં 31 પૈકી 23 અને વૈકુંઠધામમાં 9 પૈકી 3 મૃતકોને કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરાઇ હતી. જ્યારે વિસનગર સાર્વજનિક સ્મશાનમાં રવિવારે 12 વ્યક્તિઓની કોરોના ગાઇડ લાઇન પ્રમાણે અંતિમવિધિ કરાઇ હતી. જેમાં વિસનગર શહેર અને તાલુકાના 9, લાડોલ 1, મહેસાણા 1 અને વડનગર 1, કરબટીયાના 1નો સમાવેશ થાય છે. બે યુવાન મહિલા હતી.

ઉત્તર ગુજરાતમાં રવિવારે 993 કેસ નોંધાયા હતા અને 52 મોત થયાં હતાં. જેમાં બનાસકાંઠામાં 226 કેસ અને 3નાં મોત થયાં હતાં. પાલનપુર 181, ડીસા 27, દાંતા 13, વડગામ 4 અને સુઇગામ 1 કેસ નોંધાયા હતા. પાટણ જિલ્લામાં 154 પૈકી પાટણ શહેરમાં 30, તાલુકામાં 12, સમીમાં 14, સિદ્ધપુર શહેરમાં 9 અને તાલુકામાં 22, ચાણસ્મામાં 14, શંખેશ્વરમાં 11, સરસ્વતી અને રાધનપુર તાલુકામાં 4-4 અને હારિજ તાલુકામાં ત્રણ કેસ મળ્યા છે.

ઉપરાંત સાબરકાંઠા જિલ્લામાં 109 કેસ નોંધાયા હતા અને 6નાં કોરોનાથી મોત થયાં હતાં. અરવલ્લી જિલ્લામાં 6 કેસ નોંધાયા હતા, જ્યારે પાંચ વ્યક્તિઅો કોરોના સામે જંગ હારી ગયા હતા.

તાલુકોશહેરગ્રામ્યકુલ
વિસનગર544498
મહેસાણા593291
કડી354984
વિજાપુર194766
ઊંઝા132841
સતલાસણા03030
વડનગર81927
બહુચરાજી02626
જોટાણા02121
ખેરાલુ12214
કુલ200298498
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો