કાર્યવાહી:મોટપ પાસે બિસ્કીટના બોક્ષની આડમાં લઈ જવાતો 4.90 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાભરના શખ્સને પકડી રૂ. 10.91 લાખનો મુદ્દામાલ કબજે લીધો

મહેસાણા-મોઢેરા રોડ ઉપર મોટપ ચોકડી પાસેથી એલસીબીએ નંબર પ્લેટ વગરના પીકઅપ ડાલામાંથી પાર્લે બિસ્કીટના બોક્સની આડશમાં લઈ જવાતા રૂપિયા 4.90 લાખના વિદેશી દારૂ સાથે ભાભરના શખ્સને ઝડપી લીધો હતો. પીકઅપ ડાલા સાથે શખ્સની ધરપકડ કરી દારૂ ભરી આપનાર અને ડીલીવરી લેનાર શખ્સ સહિત 5 સામે મોઢેરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

એલસીબી સ્ટાફને મળેલી બાતમીના આધારે મોટપ ચોકડી પાસેથી રૂપિયા 4,90,932 ની કિંમતની 3372 નંગ વિદેશી દારૂની બોટલો ભરેલા નંબર પ્લેટ વગરનાં પીકઅપ ડાલાને પકડી લીધુ હતુ. પાર્લે બિસ્કીટના બોક્સની આડશમાં લઈ જવાતા દારૂ ભરેલા પીકઅપ ડાલાના ચાલક અંગે પૂછતાં તેણે પોતાનું નામ કેવળજી મણાજી મોતીજી ઠાકોર રહે. વડપગ, તા.ભાભર હોવાનું જણાવ્યુ હતુ.

એલસીબીએ પીકઅપ ડાલા સહિત રૂપિયા 10,91,762 નો મુદ્દામાલ કબજે લઈને કરેલી પ્રાથમિક પૂછપરછમાં તેણે રાધનપુરની લાલબાગ સોસાયટીવાળા જયેશ ઉર્ફે ભાણો હરગોવનભાઈ ઠક્કર અને સુરેશ રામજીભાઈ ઠક્કર રહે. રાધનપુર, ભાભર ચાર રસ્તાવાળાએ પીકઅપ ડાલામાં વિદેશી દારૂ ભરી દઈને વારાહીના લાલા ઠાકોરે કંડલા રોડ ઉપર ગાડી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...