નેશનલ ફેમિલી હેલ્થ સરવે-5:અનિચ્છીત ગર્ભ પછી 48% મહિલાએ ગર્ભપાત કરાવ્યો; 51% મહિલાઓ વિવિધ દવાઓનો ઉપયોગ કરે છે

મહેસાણાએક મહિનો પહેલાલેખક: હર્ષદ પટેલ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

માતૃત્વ દરેક સ્ત્રીની મહેચ્છા હોય છે, પરંતુ નેશનલ ફેમિલી હેલ્થ સરવે-5માં કેટલાક ચોંકાવનારાં તારણ સામે આવ્યાં છે. જેમાં 48% મહિલાઓ એવી હતી કે જે હાલ માતૃત્વ ધારણ કરવા ઈચ્છતી નહોતી પણ ગર્ભ રહી જતાં તેમજ 17% એવી મહિલાઓએ ગર્ભ રહ્યા પછી કોઇ સમસ્યા સર્જાતા ગર્ભપાત કરાવવો પડ્યો હતો. આ ઉપરાંત 7% મહિલાએ આર્થિક કારણસર તો 4% મહિલાએ પતિ કે સાસુ ઇચ્છતા ના હોવાથી ગર્ભપાત કરાવ્યો હતો. જેમાં શહેરી વિસ્તારની 5.5% અને ગ્રામ્ય વિસ્તારની 1.2% મહિલા હતી.

આ સર્વે મુજબ, છેલ્લું બાળક નાનું હોવાથી 4.2% મહિલાએ ગર્ભપાત કરાવ્યો હતો. તેમાં ગ્રામ્ય વિસ્તારની મહિલાઓનું પ્રમાણ 6.2% અને શહેરી વિસ્તારમાં 3.1% હતું. ગર્ભમાં જન્મજાત ખામીને કારણે 8.2% મહિલાએ, તબિયત સારી ન હોવાના કારણે 6.1% અને ગર્ભ નિરોધક નિષ્ફળતાને કારણે 4.9% મહિલાએ ગર્ભપાત કરાવ્યો હતો. વર્ષ 2019- 2021માં કરાયેલા આ સર્વેમાં 15થી 49 વર્ષની કે જે છેલ્લા 5 વર્ષમાં ગર્ભપાતની પીડામાંથી પસાર થઇ ચૂકી હતી એવી મહિલાઓને આવરી લેવાઇ હતી.

ગર્ભપાત માટે 51% મહિલાઓ દવાનો ઉપયોગ કરે છે
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 મુજબ, 100માંથી 51 મહિલાઓ ગર્ભપાત માટે દવાનો જ ઉપયોગ કરે છે. 25% સર્જીકલ તેમજ 20% મેન્યુઅલ વેક્યુમ એસ્પીરેશન (MVA)થી એબોર્શન કરાવ્યું હતું. 4% મહિલાએ જણાવવા અનિચ્છા દર્શાવી હતી.

69% મહિલાએ ખાનગી દવાખાનામાં ગર્ભપાત કરાવ્યો
સર્વે મુજબ 69.2% મહિલાએ ખાનગી દવાખાનામાં ગર્ભપાત કરાવ્યો હતો. જેમાં 69.5% શહેરી વિસ્તારની અને 68.8% ગ્રામીણ વિસ્તારની હતી. તો સરકારી દવાખાનામાં એબોર્શન કરાવનાર મહિલાની સંખ્યા 14.5% હતી. જ્યારે 16.2%એ ઘરે જ ટ્રીટમેન્ટ કરી હતી.

24% મહિલાઓને ગર્ભપાતથી સમસ્યા થઇ
W સર્વેમાં એ પણ ધ્યાને આવ્યું કે, ગર્ભપાત કરાવનારી 24.4% મહિલાને ગર્ભપાત બાદ સમસ્યા થઇ હતી. જેમાં 91.5% મહિલાએ સારવાર લીધી હતી. 73.5%એ ખાનગી દવાખાનામાં, 25.5%એ સરકારી દવાખાનામાં તેમજ 1%એ ઘરે જ સારવાર લીધી હતી.

નેશનલ ફેમિલી હેલ્થ સરવે-5નાં મુખ્ય તારણો

  • સૌથી વધુ 48.5% ગર્ભપાત અનિચ્છીત ગર્ભધારણના કારણે થયા, જેમાં શહેરની 52.9% અને ગામડાંની 41.4% મહિલા હતી.
  • 25% મહિલાએ જ ઓપરેશનથી ગર્ભ દૂર કરાવ્યો, જેમાં 69% મહિલા ખાનગી દવાખાનામાં ગઈ હતી.
  • 24% મહિલાના મતે, તેમને ગર્ભપાત વખતે કોઇને કોઇ સમસ્યા થઈ હતી.
  • ગુજરાતમાં 75% ગર્ભપાત ડોક્ટર દ્વારા જ થાય છે.
અન્ય સમાચારો પણ છે...