સ્ટ્રીટલાઇટ:474 સોસાયટીની સ્ટ્રીટલાઇટો હવે સાંજે 6.15 વાગે ચાલુ, સવારે 6.40એ બંધ થશે

મહેસાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાએ શિયાળાને લઇ સ્ટ્રીટલાઇટનો સમય બે કલાક વધાર્યો

મહેસાણા પાલિકા દ્વારા અટલ સ્ટ્રીટલાઇટ યોજના હેઠળ 1લી એપ્રિલથી અત્યાર સુધીમાં 474 ખાનગી સોસાયટીઓમાં સ્ટ્રીટલાઇટના વીજબિલ સાથે ટાઇમર સંચાલન કરાઇ રહ્યું છે. શિયાળો શરૂ થતાં હવે સાંજે 7.30 વાગ્યે શરૂ કરાતી સ્ટ્રીટલાઇટ 6.15 વાગે ચાલુ કરાશે, જ્યારે સવારે 6 વાગ્યાના બદલે હવે 6.40 વાગ્યે બંધ કરાશે. સ્ટ્રીટલાઇટના સમયમાં બે કલાકના વધારાથી નગરપાલિકાના લાઇટબિલમાં 20 ટકા સુધીનો વધારો થશે.

મહેસાણા શહેરની ખાનગી સોસાયટીઓમાં સાંજે 7.30 વાગ્યે શરૂ થતી સ્ટ્રીટલાઇટ હવે સાંજે 6.15 વાગ્યે શરૂ થાય તે રીતે ટાઇમર સેટ કરાયા છે. જ્યારે સવારે 6 વાગ્યે બંધ થતી લાઇટ 40 મિનિટ વધુ ચલાવીને સવારે 6.40 વાગ્યે બંધ થાય તે રીતે ટાઇમર સેટ કરવાની કામગીરી નવેમ્બરમાં પૂર્ણ કરાઇ છે, જ્યારે ટાઇમર ખામીયુક્ત હોવા અંગે ફરિયાદ મળ્યે મરામત કરી સાંજ અને સવારનો સમય સેટ કરવામાં આવી રહ્યો હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

પાલિકાનો સ્ટ્રીટલાઇટ વીજબિલ ખર્ચ 20 ટકા વધશે
શહેરની 474 ખાનગી સોસાયટીઓ નગરપાલિકાની સ્કીમમાં જોડાયેલી હોઇ સ્ટ્રીટલાઇટના વીજબિલમાંથી મુક્તિનો લાભ મેળવી રહી છે. જેમાં 1 એપ્રિલથી 30 ઓક્ટોબર દરમિયાન 7 મહિનામાં સોસાયટીઓમાં સ્ટ્રીટલાઇટ પાછળ વીજબિલ પેટે કુલ રૂ.14,71,770 ભરપાઇ કરાયા છે. એટલે કે, દર મહિને સરેરાશ રૂ.2.10 લાખ બિલ આવે છે. જેમાં શિયાળામાં સવાર-સાંજ બે કલાક વધુ સ્ટ્રીટલાઇટ વપરાશમાં હવે વીજબિલમાં 20 ટકા ખર્ચ વધશે.

અન્ય સમાચારો પણ છે...