મંગળવારે મહેસાણા જિલ્લામાં સૌથી વધુ 75 તેમજ પાટણ જિલ્લામાં 10, સાબરકાંઠા અને અરવલ્લીમાં 8-8 મળી ઉ.ગુ.માં 101 કેસ નોંધાયા છે.મહેસાણા જિલ્લામાં સોમવારે કોરોનાના 75 કેસ સામે આવ્યા હતા. જેમાં શહેરી વિસ્તારના 11 અને ગ્રામ્યના 64 કેસ હતા. સૌથી વધુ 19 કેસ વિજાપુર અને 18 કેસ મહેસાણામાં નોંધાયા હતા. વિસનગરમાં 12, બહુચરાજીમાં 9, વડનગરમાં 8, જોટાણા અને કડી 4-4 તેમજ ખેરાલુમાં 1 કેસ નોંધાયો હતો. બીજી બાજુ 46 દર્દીઓ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 486એ પહોંચી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 1797 શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા. જેનો રિપોર્ટ મંગળવારે આવશે.
જિલ્લામાં 75 કેસની સ્થિતિ | |||
વિસ્તાર | શહેરી | ગ્રામ્ય | કુલ |
વિજાપુર | 6 | 13 | 19 |
મહેસાણા | 2 | 16 | 18 |
વિસનગર | 1 | 11 | 12 |
બહુચરાજી | 0 | 9 | 9 |
વડનગર | 1 | 7 | 8 |
જોટાણા | 0 | 4 | 4 |
કડી | 1 | 3 | 4 |
ખેરાલુ | 0 | 1 | 1 |
કુલ | 11 | 64 | 75 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.