તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલ ચલે હમ:ધોરણ 6 થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ થયાના ત્રણ દિવસમાં જિલ્લામાં 45.91% છાત્રો શાળામાં આવ્યા

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની 1020 પ્રાથમિક શાળાઓમાં કુલ 94214 પૈકી 43259 છાત્રોની હાજરી
  • સૌથી વધુ 56.65% હાજરી સતલાસણામાં, સૌથી ઓછી 37.64% હાજરી મહેસાણામાં

ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થયાના ત્રીજા દિવસે શનિવારે જિલ્લાની 1020 પ્રાથમિક શાળામાં 45.91% છાત્રો આવ્યા હતા. આગલા દિવસે શુક્રવારે 44.28% છાત્રો આવ્યા હતા. એટલે કે, છેલ્લા બે દિવસમાં 1.63%નો વધારો થયો છે. જિલ્લામાં ધોરણ 6થી 8માં 94,214 છાત્રો નોંધાયેલા છે. ગુરુવારથી ઓફલાઇન વર્ગો શરૂ થયાના બીજા દિવસે શુક્રવારે 41,722 છાત્રો, જ્યારે ત્રીજા દિવસે શનિવારે 43,259 છાત્રો હાજર રહ્યા હતા. એટલે કે 45.91% છાત્રો વર્ગખંડ સુધી પહોંચ્યા છે. બીજી બાજુ, તાલુકાવાર છાત્રોની સંખ્યાની સ્થિતિ જોઇએ તો, 6 તાલુકામાં છાત્રોની હાજરીનો રેશિયો 50%થી વધુનો રહ્યો હતો.

જ્યારે 4 તાલુકામાં 50% થી ઓછી સંખ્યા હાજર રહી હતી. જેમાં સાૈથી વધુ સતલાસણા તાલુકામાં 56.65% હાજરી રહી હતી. બહુચરાજી તાલુકામાં 55.40%, ઊંઝા તાલુકામાં 55.35%, ખેરાલુ તાલુકામાં 53.32%, વડનગર તાલુકામાં 51.41%, વિજાપુર તાલુકામાં 50.14%, જોટાણા તાલુકામાં 48.45%, વિસનગર તાલુકામાં 46.55%, કડી તાલુકામાં 39.57% અને સાૈથી ઓછી મહેસાણા તાલુકામાં 37.64% હાજરી રહી હતી. સૌથી વધુ હાજરી સતલાસણામાં અને સૌથી ઓછી મહેસાણામાં નોંધાઈ હતી.

10 તાલુકામાં નોંધાયેલી હાજરી

જિલ્લોશાળાકુલતા.3તા.4
બહુચરાજી54447423652479
જોટાણા39301313891460
કડી1631678465136643
ખેરાલુ80633933993380
મહેસાણા2022341083938812
સતલાસણા66480326032721
ઊંઝા80659733673652
વડનગર76677633913484
વિજાપુર1461072452225378
વિસનગર1141127650805250
કુલ1020942144172243259

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...