તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે કોરોનાના નવા 450 પોઝિટિવ કેસ નોંધાયા, 391 દર્દીઓએ કોરોનાને માત આપી

મહેસાણા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે 450 કેસ નોંધાતાં એક્ટિવ કેસની સંખ્યા પાંચ હજારને પાર કરી ગઇ
 • જિલ્લામાં શહેરો કરતાં ગામડાઓમાં સંક્રમણ વધ્યું

મહેસાણા જિલ્લામાં લોકડાઉનના કારણે કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો તો થયો નથી પરંતુ જિલ્લામાં રોજ 300થી વધુ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ રહ્યા છે. ત્યારે જિલ્લામાં આજે નવા 450 પોઝિટિવ કેસ સામે આવતા એક્ટિવ કેસની સંખ્યા પાંચ હજારને 30 થઇ છે. ત્યારે જિલ્લામાં હજુ પણ દર્દીઓ હોસ્પિટલમાં બેડ માટે ઝઝુમી રહ્યા છે. લોકો રોડ પર સુવા મજબુર બન્યા છે અને હાલ દર્દીઓ ઓક્સિજન બેડ માટે વલખા મારી રહ્યા છે ત્યારે નવા દર્દીઓને એડમિટ ક્યાં કરવા એજ પ્રશ્ન ઉદ્દભવી રહ્યો છે.

આજે નોંધાયેલા કેસમાં મહેસાણા શહેરમાં 87 અને ગ્રામ્યમાં 40, બેચરાજી ગ્રામ્યમાં 28, જોટાણા ગ્રામ્યમાં 16, કડી શહેરમાં 24 અને ગ્રામ્યમાં 31, ખેરાલુ શહેરમાં પાંચ અને ગ્રામ્યમાં પણ પાંચ, સતલાસણા ગ્રામ્યમાં 18, ઊંઝા શહેરી વિસ્તારોમા 15 અને ગ્રામ્યમાં આછ, વડનગર શહેરમાં 10 અને ગ્રામ્યમાં પાંચ, વિજાપુરમાં 14 અને ગ્રામ્યમાં 60, વિસનગરમાં 42 અને ગ્રામ્યમાં 42 કેસ નોંધાયા છે.

જિલ્લામાં આજ દિન સુધીમાં 89 હજાર 754 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 79 હજાર 385 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. આજે 786 પૈકી 569 સેમ્પલનું રિજલ્ટ આવ્યું છે. જેમાં 280 સેમ્પલનું રિજલ્ટ નેગેટિવ છે અને 289 સેમ્પલનું રિજલ્ટ પોઝિટિવ આવ્યું હતું. તેમજ અન્ય લેબ ખાતે 161 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 253 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે શહેરી વિસ્તારોમાં 197 પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરી વિસ્તસરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાયો છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો