પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન:મહેસાણાના 45 ખેડૂતો હરિયાણામાં ગુજરાતના રાજ્યપાલના ગુરુકુળમાં થતી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મેળવશે

મહેસાણા4 દિવસ પહેલા

મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ખેતીવાડી વિષયક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાકૃતિક ખેતી પ્રેરિત ખેડૂતો તાલીમ લેવા કુરુક્ષેત્રની મુલાકાતે જવા નીકળ્યા જ્યાં રાજ્યપાલના ગુરુકુલમાં થતી પ્રાકૃતિક ખેતીનો અનુભવ અને માર્ગદર્શન ખેડૂતો મેળવશે જિલ્લાના 45 ખેડૂતો પ્રાકૃતિક ખેતી માટે માસ્ટર ટ્રેનરની ભૂમિકા અદા કરશે બાદમાં દરેક ગામમાં 75 ખેડૂત પ્રકૃતિક ખેતી સાથે જોડાય માટે માસ્ટર ટ્રેનર ખેડૂત તાલીમ આપશે આમ મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા ખેતીવાડી વિષયક પ્રવાસનું આયોજન કરાયું છે.

મહેસાણા જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા જિલ્લાના 45 જેટલા ખેડૂતોને ખેતીવિષયક પ્રવાસનું આયોજન કરતા જિલ્લાના 45 ખેડૂતોને જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા હરિયાણાના કુરુક્ષેત્રમાં આવેલ ગુજરાતના રાજ્યપાલના પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણાસ્ત્રોત એવા ગુરુકુલની મુલાકાત માટે લઈ જવામાં આવ્યા છે. જે ખેડૂતો ત્યાં થતી પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ અને ટેક્નિકનું માર્ગદર્શન અને અનુભવ મેળવી તાલીમ લેતા પરત ગુજરાત મહેસાણા આવી પ્રાકૃતિક ખેતી માટે પોતે માસ્ટર ટ્રેનરની ભૂમિકા અદા કરતા જિલ્લાના દરેક ગામમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ આપશે. મહેસાણા જિલ્લામાં પહેલીવાર એક સામાન્ય ગણાતા ખેડૂતો પ્રકૃતીક ખેતી માટે માસ્ટર ટ્રેનરની ભૂમિકા અદા કરી જિલ્લામાં થતી ખેતીને એક નવું આયામ આપશે.

અન્ય સમાચારો પણ છે...