ઉચાપત:રિદ્ધિ-સિદ્ધિ ક્રેડિટ સોસા.ના પૂર્વ મેનેજરની 4.44 લાખની ઉચાપત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોસા.ના વાઈસ ચેરમેને મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી

મહેસાણાના કૃષ્ણ શોપિંગ સેન્ટરમાં આવેલી રિદ્ધિ સિદ્ધિ કો-ઓ. ક્રેડિટ સોસાયટીનાં પૂર્વ મહિલા મેનેજરે રૂ.4.44 લાખની ઉચાપત કરી હોવાની વાઈસ ચેરમેનની ફરિયાદ આધારે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે.રિદ્ધિ સિદ્ધિ કો-ઓ. ક્રેડિટ સોસાયટીનાં પૂર્વ મેનેજર જલ્પાબેન પંડ્યાએ વર્ષ 2013-14માં રોજમેળે ઓછી સિલક બતાવી રૂ.3,30,000 મંડળીમાં જમા કરાવ્યા ન હતા.

જ્યારે વર્ષ 2014-15માં રૂ.1,14,500 રોજમેળે બતાવી બેન્કમાં જમા નહીં કરાવી કાયમી ઉચાપત કરી હતી. ક્રેડિટ સોસાયટીના વાઈસ ચેરમેન જશવંત દરજીએ કાયમી ઉચાપત કર્યાનો આક્ષેપ કરતી અરજી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપતાં પોલીસે પૂર્વ મેનેજર જલ્પાબેન પંડ્યા સામે રૂ.4,44,500ની કાયમી ઉચાપતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...