ઉત્તર ગુજરાતને હાલ પૂરતી ગરમીથી રાહત મળે તેવા કોઇ એંધાણ દેખાતાં નથી. ગુરૂવારે વહેલી સવારનું તાપમાનમાં એક ડિગ્રીના વધારાના કારણે મુખ્ય 5 શહેરોનું તાપમાન 28.1 થી 30 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. જેને લઇ સવારથી ગરમીનો પ્રકોપ વરસાવાનો શરૂ થયો હતો. બીજી બાજુ મુખ્ય 5 શહેરોમાં દિવસના તાપમાનમાં 1 ડિગ્રીની વધ-ઘટ જોવા મળી હતી. જેને લઇ પારો 43.2 થી 45.6 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. ઉંચા તાપમાનના કારણે સવારે 11.30 કલાકે જ પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો. આ સ્થિતિ સાંજે 7.30 વાગ્યા સુધી રહી હતી. સતત 8 કલાક સુધી 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાના કારણે વાતાવરણ અસહ્ય બન્યું હતું.
અસહ્ય ગરમીના કારણે બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી જાહેર રસ્તાઓ અને બજારોમાં કર્ફ્યું જેવો માહોલ જોવા મળ્યો હતો. શહેરીજનોએ ઘરની બહાર નીકળવાનું માંડી વાળ્યું હતું. તો સૌથી દયનિય સ્થિતિ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોમાં દેખાઇ હતી. લોકો ઝાડનો છાંયડો શોધતા જોવા મળ્યા હતા. પશુ પક્ષી પણ બેચેન બન્યા છે. દરમિયાન, હવામાન વિભાગની આગાહી મુજબ, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં શુક્રવારે પણ ગરમીનો આ રાઉન્ડ યથાવત રહી શકે છે.
5 શહેરોનું તાપમાન | |
મહેસાણા | 44.4 ડિગ્રી |
પાટણ | 43.2 ડિગ્રી |
ડીસા | 43.2 ડિગ્રી |
હિંમતનગર | 45.6 ડિગ્રી |
મોડાસા | 44.1 ડિગ્રી |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.