આયોજન:પોલીસ સહિતના 4400 કર્મીઓ 27 નવેમ્બરે પોસ્ટલ મતદાન કરશે

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાર્વજનિક સ્કૂલ કમળાબા હોલ ખાતે એક જ જગ્યાએ મતદાન યોજાશે
  • રહી​​​​​​​ ગયેલા કર્મચારીઓ ડ્રોપ બોક્સમાં પોતાનો બેલેટ મત નાખી શકશે

મહેસાણા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન બંદોબસ્ત સહિતની ડ્યુટી બજાવનાર પોલીસ અને એસઆરપી સહિતના 4400 કર્મચારીઓ 27 નવેમ્બરે રવિવારના રોજ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. જિલ્લાની સાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન સમયે બંદોબસ્ત સહિતની ડ્યુટીમાં એસઆરપી અને સ્થાનિક પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને રેલવે પોલીસ સહિત 4400 કર્મચારીઓ પોતાની ફરજ નિભાવવાના છે.

ત્યારે બંદોબસ્તમાં રોકાયેલા આ કર્મચારીઓ આગામી 27 નવેમ્બર રવિવારના રોજ સાર્વજનિક સ્કૂલના કમળા બા હોલ ખાતે પોસ્ટલ બેલેટથી પોતાનો કિંમતી મત આપશે સવારે 8:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી થનારા પોસ્ટલ બેલેટ મતદાનમાં જો કોઈ પોલીસ કરમી કે અન્ય રહી જશે તો 28, 29 અને 30 નવેમ્બરના રોજ ચૂંટણી તંત્ર દ્વારા યોજનારી ચૂંટણીની તાલીમ દરમિયાન ડ્રોપ બોક્સ મૂકવામાં આવશે જેમાં આ કર્મચારીઓ પોતાનો બેલેટ મત આપી શકશેનું ચૂંટણી અધિકારી જયેશ તુવારે જણાવ્યું હતું.

આટલા કર્મીઓ મતદાન કરશે

પોલીસ1800

એસઆરપી મહેસાણા

450
હોમગાર્ડ1400
જીઆરડી700
રેલવે પોલીસ50
અન્ય સમાચારો પણ છે...