દર્દીઓ ઓપરેશનમાં હવે તકલીફ નહીં પડે:મહેસાણા સિવિલમાં લેપ્રોસ્કોપી સર્જરી માટે 44 લાખનું વધુ એક મશીન આવ્યું, દોઢ વર્ષમાં 40 સર્જરી કરાઈ

મહેસાણા9 દિવસ પહેલા
  • છેલ્લા દોઢ વર્ષથી મહેસાણા સિવિલમાં ગર્ભાશય કિડનીના ઓપરેશન કરાય છે

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા મહેસાણા સિવિલ હોસ્પિટલને લેબ્રોસ્કોપી સર્જરી માટે 44 લાખનું વધુ એક આધુનિક મશીન ફાળવવામાં આવ્યું છે. તેથી જિલ્લાના એપેન્ડિક્સ અને ગર્ભાશયના દર્દીઓની સાવ વિનામૂલ્યે ઉપલબ્ધ થશે. હાલમાં મહેસાણા સિવિલમાં એપેન્ડિક્સ અને ગર્ભાશયના અંદાજે તે 40થી 50 ઓપરેશન સફળતાપૂર્વક પુરા કરવામાં આવ્યા છે.

જૂનુ મશીન પણ કાર્યરત
મહેસાણા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર ઉપેન્દ્ર ગાંધીએ જણાવ્યું હતું કે, મહેસાણા સિવિલ હોસ્પિટલમાં અગાઉ એક લેપ્રોસ્કોપી મશીન હતું. જેનાથી એપેન્ડિક્સ અને ગર્ભાશયના દર્દીઓના ઓપરેશન કરવામાં આવતા હતા. ત્યારે હવે રાજ્ય સરકારે સ્ટોરેઝ કમ્પનીનું લેપ્રોસ્કોપનું મશીન સિવિલ હોસ્પિટલને ફાળવ્યું છે. જૂનુ મશીન હાલમાં કાર્યરત છે, ત્યારે વધુમાં વધુ એપેન્ડિક્સ અને ગર્ભાશયના દર્દીઓને સિવિલમાં સારવારનો લાભ મળી શકે તે માટે ટૂંક સમયમાં બીજા મશીનથી પણ ઓપરેશન શરૂ કરી દેવાશે.

44થી 45 લાખના ખર્ચે મશીન વસાવાયું
નવું લેપ્રોસ્કોપ મશીન અંદાજે 44થી 45 લાખના ખર્ચે વસાવવામાં આવ્યું છે. જેનાથી દર્દીઓને નાના ચેકા મૂકીને ઓપરેશન કરાશે. તેમાં દર્દીઓને બિલકુલ દર્દ નહીં થાય. તેમજ મશીન વધુ સારી કંપની હોવાથી સિવિલના સર્જનોને પણ તેના ઓપરેશનમાં ઉપયોગી વધુ સારા પરિણામો મળશે.

એપેન્ડિક્સ બે પ્રકારના ઓપરેશન ઉપલબ્ધ
ડોક્ટર હર્ષદ પરમારે જણાવ્યું હતું કે, મહેસાણા સિવિલમાં એપેન્ડિક્સના બે પ્રકારના ઓપરેશન કરવામાં આવે છે. એક લેપ્રોસ્કોપી મશીનથી નાના ચેકા મૂકી દૂરબીનની મદદથી ઓપરેશન કરાય છે. જ્યારે બીજું ઓપરેશન ઓપન કરવામાં આવે છે, જે દર્દીઓને ગાંઠ કે બીજા કોમ્પ્લિકેશન હોય કે એપેન્ડિક્સ ચોટેલું હોય તેવા દર્દીઓને ઓપન સર્જરી કરવી પડે છે. આ બંને ઓપરેશન સિવિલ હોસ્પિટલમાં કરાય છે. તેના માટે મારા સિવાય અન્ય બે તબીબો ડોક્ટર નિશિત પટેલ અને ડૉ માર્ગી પટેલની સેવા ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...