કોરોના સંક્રમણ:મહેસાણા જિલ્લામાં 44 કોરોના સંક્રમિતો મળ્યા, 78 સ્વસ્થ થયા

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટણમાં 18, બનાસકાંઠામાં 21, સાબરકાંઠામાં 20 નવા કેસ
  • સ્વાઇન ફ્લુના 4 સેમ્પલ પૈકી 3 પોઝિટિવ, 1 હોસ્પિટલાઇઝ

મહેસાણા જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 44 સંક્રમિતો સામે આવ્યા હતા. બીજી બાજુ સ્વાઇન ફ્લુના લેવાયેલા 4 સેમ્પલ પૈકી 3 પોઝિટીવ આવ્યા હતા. સ્વાઇન ફ્લુના 1 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લુના કુલ 10 કેસ નોંધાઇ ચૂક્યા છે. જ્યારે પાટણમાં 18, બનાસકાંઠામાં 21 અને સાબરકાંઠા જિલ્લામાં 20 નવા કોરોનાના કેસ નોંધાયા હતા.

મહેસાણા જિલ્લામાં 44 સંક્રમિતો પૈકી 13 શહેરી અને 31 ગ્રામ્ય વિસ્તારના રહ્યા હતા. 44 પૈકી સૌથી વધુ મહેસાણા અને કડીમાં 11-11 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વડનગરમાં 8, વિજાપુરમાં 7, વિસનગરમાં 5 અને બહુચરાજીમાં 2 કેસ નોંધાયા હતા. બીજી બાજુ 78 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા.

આ સાથે સતત ત્રીજા દિવસે નવા સંક્રમિતો સામે ડિસ્ચાર્જની સંખ્યા વધુ રહી હતી. જેને લઇ એક્ટીવ કેસ ઘટીને 342 એ પહોંચી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા 1674 સાથે 1841 શંકાસ્પદ સેમ્પલનો રિપોર્ટ પેન્ડીંગ રહ્યો છે.

44 કેસની સ્થિતિ
વિસ્તારશહેરીગ્રામ્યકુલ
મહેસાણા6511
કડી4711
વડનગર178
વિજાપુર167
વિસનગર145
બહુચરાજી022
કુલ133144
અન્ય સમાચારો પણ છે...