તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખુ દાન:સમગ્ર વિશ્વના શ્રેષ્ઠ 10 એજ્યુકેટર તરીકે મળેલી એવોર્ડની 4.33 લાખની રકમ બાળકોના વિકાસ માટે શાળાને આપી

મહેસાણા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભારતમાંથી પસંદ એકમાત્ર શિક્ષક દિલિપસિંહ વિહોલને ન્યુ મેથડ ઓફ લર્નિંગ માટે એવોર્ડ મળ્યો

વિશ્વભરમાં બાળકોના ભણતરમાં સુધારો કરવા કાર્યરત બીઆઇસી ક્રિસ્ટલ પેન સંસ્થા દર વર્ષે બાળકોના ભણતરમાં સુધારો કરતાં શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરે છે. આ વર્ષે સમ્રગ વિશ્વમાંથી પસંદગી પામેલા 10 ઇમ્પેક્ટ એજ્યુકેટરમાં ભારતમાંથી એકમાત્ર મહેસાણા જિલ્લાના મહાદેવપુરા (ડાભલા) પ્રાથમિક શાળાના શિક્ષક દિલીપસિંહ વિહોલનો સમાવેશ થાય છે. તેમણે એવોર્ડની 5 હજાર યુરો એટલે કે રૂ.4,33,125ની રકમ શાળાના વિદ્યાર્થીઓના વિકાસ માટે સ્કૂલને અર્પણ કરી છે.

મેથડ ઓફ લર્નિંગ માટે એવોર્ડ મળ્યો હતો
બીઆઇસી ક્રિસ્ટલ પેન એવોર્ડ-2020માં 8 દેશોના 10 શિક્ષકોનું સન્માન કરાયું હતું. જેમાં ભારતના એક ઉપરાંત અમેરિકા અને બ્રાઝિલના 2-2 તેમજ ઓસ્ટ્રેલિયા, ગ્રીસ, તુર્કી, યુગાન્ડા અને ઇથોપિયાના 1-1 શિક્ષકનો સમાવેશ થાય છે. મહાદેવપુરા (ડા) પ્રાથમિક શાળાના શિક્ષક દિલિપસિંહ વિહોલને ન્યુ મેથડ ઓફ લર્નિંગ માટે આ એવોર્ડ મળ્યો છે. જેમાં પુરસ્કારરૂપે 5 હજાર યુરો (રૂ.4,33,125) અને ટ્રોફી એનાયત કરાઇ હતી.

અગાઉ પણ 96 હજાર આપ્યા
એવોર્ડની આ રકમ પોતાની પાસે રાખવાની જગ્યાએ શાળાના વિદ્યાર્થીઓના વિકાસ માટે સ્કૂલને અર્પણ કરી છે. આ અગાઉ પણ રૂ.96 હજારની રકમ સ્કૂલમાં આપી ચૂક્યા છે. શિક્ષકની આ સિદ્ધિને જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ગૌરાંગ વ્યાસ, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી પુલકીત જોશીએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો