તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • 431 New Positive Cases Registered In Mehsana District Today, 416 Patients Returned Home After Conviction, Demand For Treatment Of Corona In PHC Centers In Villages Of Vijapur

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મહેસાણા જિલ્લામાં આજે નવા 431 પોઝિટિવ કેસ નોંધાયા, 416 દર્દી સજા થઈ ઘરે પરત ફર્યા, વિજાપુરના ગામડાઓમાં પીએચસી કેન્દ્રોમાં કોરોનાની સારવાર માટે માંગ

મહેસાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે નવા 431 પોઝિટિવ કેસ આવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને ચાર હજાર 899 પર પહોંચી
 • 18થી 44 વર્ષના આજે કુલ 2708 લોકોએ રસીનો લાભ લીધો

મહેસાણા જિલ્લામાં આજે નવા 431 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સામે આજે 416 દર્દી કોરોનાને માત આપી સજા થયા છે. આજે નવા 431 પોઝિટિવ કેસ આવાની સાથે એક્ટિવ કેસની સંખ્યા વધને ચાર હજાર 899 પર પહોંચી ગઈ છે. જ્યારે વિજાપુર તાલુકાના ગામડાઓમાં પીએચસી કેન્દ્રોમાં કોવિડ-19 સુવિધા કાર્યરત કરવા માંગ કરવામાં આવી છે.

આજે નોંધાયેલા કેસ જોઇએ તો, મહેસાણા શહેરમાં 103 અને ગ્રામ્યમાં 48, બેચરાજી ગ્રામ્યમાં 21, જોટાણા ગ્રામ્યમાં 25, કડી શહેરમાં સાત અને ગ્રામ્યમાં 12, ખેરાલુ શહેરમાં ચાર અને ગ્રામ્યમાં પાંચ, સતલાસણા ગ્રામ્યમાં 15, ઊંઝા શહેરમાં 10 અને ગ્રામ્યમાં 18, વડનગર શહેરમાં 20 અને ગ્રામ્યમાં 14, વિજાપુરમાં પાંચ અને ગ્રામ્યમાં 34, વિસનગરમાં 48 અને ગ્રામ્યમાં 42 કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી પોઝિટિવ દર્દીઓની સંખ્યાની સામે દર્દી સાજા થવાનો રેશિયો વધ્યો છે. જેમાં છેલ્લા અઠવાડિયામાં અનેક દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે.

મહેસાણા જિલ્લામાં આજ દિવસ સુધીમાં 87 હજાર 689 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 78 હજાર 168 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. આજે 876 પૈકી 522 સેમ્પલનું રિજલ્ટ આવ્યું હતું જેમાં 232 સેમ્પલ નેગેટિવ આવ્યા અને 290 સેમ્પલના રિજલ્ટ પોઝિટિવ આવ્યા હતા અને અન્ય લેબમાં 141 પોઝિટિવ કેસ નોંધાયા છે.

મહેસાણા જિલ્લાના શહેરી વિસ્તારોમાં આજે 197 પોઝિટિવ કેસ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 234 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. તેમજ મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તે ચિંતાનો વિષય કહી શકાય.

મહેસાણા જિલ્લામાં આજે 18થી 44 વર્ષના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 2708 લોકોએ આજે પ્રથમ વાર કોરોના વેક્સિનો નો લાભ લીધો હતો. તેમજ જિલ્લામાં આજ દિવસ સુધીમાં ચાર લાખ 54 હજાર 689 નગરિકોઓ રસી મુકાવી ચુક્યા છે.

વિજાપુર તાલુકાના ગામડાઓમાં પીએચસી કેન્દ્રોમાં કોવિડ-19 સુવિધા કાર્યરત કરવા માંગ

જ્યારે વિજાપુર તાલુકાના ગામડાઓમાં પીએચસી કેન્દ્રોમાં કોવિડ-19 સુવિધા કાર્યરત કરવા માંગ કરવામાં આવી છે. વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના એ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. ત્યારે ઓક્સિજન સિલેન્ડર તેમજ કોરોના માટેની દવાઓ મળતી નથી તેમજ મંદગતી એ ચાલી રહેલું કોરોના ટેસ્ટીંગની સુવિધાઓ જનતાને મળી રહી નથી. દર્દીઓના પરિવારોની હાલત ઘણી કોફોડી બનતી જાય છે ત્યારે કલ્યાણ આરોગ્ય ફંડ દ્વારા સરકારી હોસ્પિટલ ફી આપવામાં આવે છે તેનો પણ હવે ઉપયોગ કરવાનો હવે વારો આવ્યો છે.

ધારાસભ્યના ફંડમાંથી 25 લાખ આ રેફરલ હોસ્પિટલમાં પીએચસી કેન્દ્રોમાં વાપરવા માટે ફાળવી આપવા આવે તેમજ હાલ સરકારની ચાલતી આરોગ્ય હોસ્પીટલ રેફરલ હોસ્પીટલ તેમજ તાલુકાના વસઈ, પિલવાઇ, કોલવડા, પામોલ, લાડોલ, ખરોડ, સરદારપુર, ફલુ અને ધનપુરા જેવા ગામોમાં ચાલતા પીએચસી કેન્દ્રોમાં ગરીબ વર્ગના લોકો માટે કોવિડ-19 આઇસોલેશન તેમજ ઓક્સિજન સિસ્ટમ સાથે ચાલુ કરવામાં આવે તેવી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ધારાસભ્ય, કલેક્ટર અને આરોગ્ય કમિશ્નર સમક્ષ લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો