જર્જરિત ઓરડામાંથી મુક્તિ:મહેસાણા જિલ્લાની 77 સરકારી પ્રાથમિક શાળઓમાં 423 નવા ઓરડાઓ બનશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાની 77 પ્રાથમિક શાળાઓમાં 423 નવા ઓરડા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ક્લાસરૂમ માટે વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા નવીન ઓરડા ને મંજૂર કરવામાં આવે આવ્યા છે. તાજેતરમાં ઓરડાના અભાવે મહેસાણા જિલ્લામાં અભ્યાસ કરતા 77 પ્રાથમિક શાળાઓના બાળકો બહાર બેસી અભ્યાસ કરતા તેમજ જર્જરિત રૂમમાં અભ્યાસ કરવા મજબૂર હોવાનો મુદ્દો ઊઠ્યો હતો.જો કે હાલમાં સરકાર દ્વારા 423 નવા ક્લાસરૂમ બનાવવા મંજૂરી આપી દેવામાં આવી છે

રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ ઓફ એક્સિલન્સ પ્રોજેક્ટર અંતર્ગત સ્કૂલોમાં ભૌતિક સુવિધા ડેવલોપમેન્ટ લક્ષ્યાંક રખાયો છે પ્રાથમિક શાળામાં કારણે પ્રાથમિક શિક્ષણમાં શાળા છોડી જવાના દરમાં ક્રમશ ઘટાડો થયો છે પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણના તેને હાંસલ કરવા રાજ્ય સરકાર દ્વારા સંઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવા ક્લાસરૂમ બનાવવા માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. જેની અંદર મહેસાણા જિલ્લાના તાલુકાઓની પ્રાથમિક શાળામાં 900થી વધુ ઓરડાની જરૂરિયાત હતી. જેમાં 77 પ્રાથમિક શાળાઓમાં પ્રથમ વખત 423 નવા ઓરડા બનાવવા મંજૂરી મળી છે. પ્રાથમિક શાળાઓમાં જર્જરિત બિન ઉપયોગી બનેલા ઓરડાઓને ઉતારી નવા ઓરડા બનાવવામાં આવશે

હાલમાં વર્કઓર્ડર આપવામાં આવ્યા છે. જુના ઓરડા ઉતારવા હરાજી પ્રક્રિયા બાદ નવા ઓરડા બનાવવાની કામગીરી ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં કુલ 996 સરકારી પ્રાથમિક શાળાઓમાં આવેલી છે જેમાં 1.87 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

તાલુકા પ્રમાણે નવા ઓરડા બનશે
બેચરાજી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં 43,જોટાણા તાલુકામાં 46,કડી તાલુકામાં 4, ખેરાલુ તાલુકામાં 60,મહેસાણા તાલુકામાં 55,સતલાસણા તાલુકામાં 24,ઊંઝા તાલુકામાં 12,વડનગર માં 65,વિજાપુર તાલુકામાં 37,વિસનગર તાલુકામાં 77 મળી કુલ 423 નવા ઓરડા બનાવવા વર્ક ઓર્ડર અપાયા.

અન્ય સમાચારો પણ છે...