મહેસાણા જિલ્લાના 42 ખેડૂતોની પ્રાકૃતિક ખેતીની તાલીમ હરિયાણાના કુરૂક્ષેત્રમાં શરૂ થઇ છે. તાલીમ બાદ જિલ્લામાં પરત આવનારા આ 42 ખેડૂતો પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનરની સેવા આપશે. મહેસાણા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધે તેમજ ખેડૂતો પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજે અને સાચી પધ્ધતિથી ખેતી કરતા શીખે તે માટે જિલ્લા પંચાયતએ સ્વભંડોળના ખર્ચે 42 ખેડૂતોને કુરૂક્ષેત્ર મોકલ્યા છે.
આ તાલીમ મહેસાણા તાલુકાના 11, વડનગર તાલુકાના 9, વિજાપુર તાલુકાના 8 અને કડી તેમજ વિસનગર તાલુકાના 7-7 ખેડૂતોને અપાશે. 15 થી 19 માર્ચ સુધીની માસ્ટર ટ્રેનર કક્ષાની તાલીમ આપવામાં આવશે. કુરૂક્ષેત્રથી પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન મેળવ્યા બાદ જિલ્લાના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી બી.જે. જોશીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.