ભાસ્કર વિશેષ:મહેસાણા જિલ્લામાં RTE હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1ની 1629 બેઠક સામે અઢી ગણા 4180 બાળકો લાઇનમાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીને સંતાનમાં માત્ર દીકરી હોય તેને પ્રવેશમાં અગ્રતા અપાશે

મહેસાણા જિલ્લામાં શિક્ષણના અધિકાર કાયદા હેઠળ આગામી શૈક્ષણિક સત્ર વર્ષ 2022-23માં 234 ખાનગી શાળાઓમાં ધોરણ 1માં બાળકો માટે પ્રવેશની કુલ 1629 બેઠકો છે, તેની સામે અઢી ગણાં વધુ 4180 ઓનલાઇન ફોર્મ ભરાયાં છે. જેની ચકાસણી આગામી તા.16મી સુધી જિલ્લા કક્ષાએ ચાલશે અને મંજૂર, નામંજૂરનો નિર્ણય લેવાશે. જો તમામ અરજીઓ માન્ય રહે તો 2553 બાળકો ખાનગી શાળામાં આરટીઇ હેઠળ પ્રવેશથી વંચિત રહેશે તેવો ઘાટ સર્જાયો છે.

મહેસાણા જિલ્લામાં 234 ખાનગી શાળામાં આરટીઇ હેઠળ 25 ટકા બેઠક પ્રવેશ માટે ફાળવવાની જોગવાઇ છે. જેમાં શિક્ષણ વિભાગને મળેલ ઓનલાઇન ફોર્મની હાલમાં ચકાસણી ચાલી રહી છે. તા.16મી સુધી ચકાસણી ચાલશે. ત્યાર બાદ તા.17 થી 19 એપ્રિલ દરમિયાન માત્ર અમાન્ય થયેલ ઓનલાઇન અરજીઓમાં ખૂટતાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા અરજદાર વાલીઓને પુન: તક આપવામાં આવશે અને આ અપલોડ થયેલ ડોક્યુમેન્ટની ચકાસણી જિલ્લા કક્ષાએ 21 એપ્રિલ સુધી કરવામાં આવશે. ત્યાર પછી પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 26 એપ્રિલે જાહેર કરાશે.

ખાસ કરીને નબળા અને વંચિત જૂથનાં બાળકોને વિનામૂલ્યે ખાનગી શાળામાં અન્ય બાળકોની હરોળમાં ભણવાની તક આપતી આ જોગવાઇમાં માતા- પિતાને એક માત્ર સંતાનમાં દીકરી જ હોય તેવી દીકરીને ધો.1 પ્રવેશમાં અગ્રતા આપવાની જોગવાઇ ગત વર્ષથી કરાઇ છે, જે ચાલુ વર્ષે પણ અમલમાં છે.

અન્ય સમાચારો પણ છે...