હવામાન વિભાગ:મહેસાણામાં 41.5 ડિગ્રી, હજુ 3 દિવસ સુધી ગરમી અને ઉકળાટથી રાહત નહીં

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાતાં હવામાં ભેજનું પ્રમાણ 25% સુધી વધ્યું

અસાની વાવાઝોડાની અસર પૂરી થતાં ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઇ રહ્યો છે. જેના કારણે માત્ર 2 દિવસમાં હવામાં ભેજનું પ્રમાણ 10 થી 25 ટકા સુધી વધ્યું છે. શનિવારે સવારે 71 ટકા અને બપોરે 31 ટકા ભેજ રહેતાં ઉકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે.

બીજી બાજુ બદલાયેલી પવનની દિશાના કારણે શનિવારે મુખ્ય 5 શહેરોના તાપમાનમાં અડધા ડિગ્રીની વધ-ઘટ થતાં તાપમાન 40.6 થી 42.6 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. 42.6 ડિગ્રી સાથે હિંમતનગર સતત ત્રીજા દિવસે ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

મહેસાણામાં 41.5 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. અસહ્ય ગરમી અને ભારે ઉકળાટના કહેરના કારણે લોકો અકળાઇ ગયા હતા. હવામાન વિભાગ મુજબ, હજુ 3 દિવસ સુધી દિવસના તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે, ગરમી અને ઉકળાટથી હાલ કોઇ રાહત નહીં મળે.

અન્ય સમાચારો પણ છે...