કાળઝાળ ગરમી:મહેસાણામાં 41.3 ડિગ્રી: ગોટાળે ચડેલા પવનના કારણે ગરમી સાડા 3 ડિગ્રી ઘટી, છતાં રાહત નહીં

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉત્તર ગુજરાતમાં અનિયમિત પવનના કારણે હવામાં ભેજ વધતાં ઉકળાટનો કહેર
  • પાટણમાં 41.7 ડિગ્રી ગરમી, 3-4 દિવસ પછી ઘટી શકે છે: હવામાન વિભાગ

ઉત્તર ગુજરાતમાં શુક્રવાર દિવસભર પવનની દિશા અનિયમિત રહી હતી. ગોટાળે ચડેલા પવનના કારણે હવામાં ભેજનું પ્રમાણ 5 થી 10 ટકા સુધી વધીને 29 થી 60 ટકાની વચ્ચે રહ્યું હતું. વારંવાર બદલાતી પવનની દિશા અને ભેજ વધવાના કારણે દિવસના તાપમાનમાં સાડા 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. મુખ્ય 5 શહેરોનું તાપમાન 40.9 થી 42 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.

તાપમાનમાં આવેલા નોંધપાત્ર ઘટાડા બાદ પણ ગરમીથી રાહત મળી ન હતી. કારણ કે, ઉકળાટ અસામાન્ય રીતે વધ્યો હતો. વાતાવરણની બદલાયેલી આ સ્થિતિના કારણે સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધીના 9 કલાક સુધી માથુ ફાડે તેવો અસહ્ય ઉકળાટ સાથે આકરી ગરમી અનુભવાઇ હતી. પરિણામે લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા.

સંધ્યા ટાઇમે પણ ગરમ લૂ પવન ફૂંકાતો હોઇ લોકો ઘરની બહાર નાછૂટકે જ નીકળ્યા હતા હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારથી ઉત્તર ગુજરાતમાં મોટાભાગે દક્ષિણ-પશ્ચિમ દિશાનો પવન ફૂંકાઇ શકે છે. તેમજ આગામી 3 થી 4 દિવસમાં ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી નીચે આવી શકે છે.

મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો
મહેસાણા41.3 (-3.1) ડિગ્રી
પાટણ41.7 (-1.5) ડિગ્રી
ડીસા41.2 (-2.0) ડિગ્રી
હિંમતનગર42.0 (-3.6) ડિગ્રી
મોડાસા40.9 (-3.2) ડિગ્રી
અન્ય સમાચારો પણ છે...