તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં 408 દર્દીઓએ કોરોનાને હરાવ્યો, છેલ્લા 8 દિવસમાં 43% શહેરી અને 57% ગ્રામ્ય મળી કુલ 3852 કેસ નોંધાયા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણ વધ્યું,પહેલીવાર 518 કેસ
  • મહેસાણા શહેરમાં 97 કેસ નોંધાયા, મહેસાણામાં 18 અને વિસનગરમાં 6 મૃતકોની કોરોના ગાઇડ મુજબ અંતિમવિધિ

મહેસાણા જિલ્લામાં છેલ્લા 8 દિવસમાં શનિવારે સાૈથી વધુ 518 કેસ સાથે જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 3852એ પહોંચી છે. આ 8 દિવસમાં શહેરી વિસ્તારમાંથી 43% અને ગ્રામ્ય વિસ્તારોમાંથી 57% સંક્રમિતો નોંધાઇ ચૂક્યા છે. શનિવારે 408 દર્દી સાજા થવાની સાથે એક્ટીવ કેસની સંખ્યા 5456 થઇ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 1439 સેમ્પલ લેવાયા હતા.

જિલ્લામાં શહેરી વિસ્તારના 1670 અને ગ્રામ્ય વિસ્તારના 2182 કેસ નોંધાયા છે. શહેરો કરતાં ગામડામાં વધતા સંક્રમણમાં છેલ્લા 8 દિવસમાં શહેરી વિસ્તારમાં 43% અને ગ્રામ્ય વિસ્તારમાં 57%નો સંક્રમિતોનો રેશિયો રહ્યો છે. તાલુકા પ્રમાણે સ્થિતિ જોઇએ તો, મહેસાણામાં 159, વિસનગરમાં 110, વિજાપુરમાં 49, સતલાસણામાં 40, કડીમાં 36, વડનગરમાં 32, ઊંઝામાં 27, ખેરાલુમાં 26, બહુચરાજીમાં 15 અને જોટાણા તાલુકામાં 14 કેસ નોંધાયા હતા.

જ્યારે મહેસાણા શહેરમાં નિજધામના બંને ગેસ ચેમ્બર ખોટકાતાં આરટીઓ પાછળ આવેલા વૈકુંઠ ધામમાં શનિવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 18 મૃતકોની અંતિમવિધિ કરાઇ હતી. જેમાં 13 કોરોનાગ્રસ્તોના હતા. જ્યારે વિસનગરના સાર્વજનિક સ્મશાનમાં 6 મૃતકોની કોરોના ગાઇડ લાઇન મુજબ અંતિમ સંસ્કાર કરાયા હતા.

ઉત્તર ગુજરાતમાં 1082 કેસ, 36 મોત
શનિવારે ઉત્તર ગુજરાતમાં રેકોર્ડબ્રેક 1082 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 36 લોકોના કોરાનાથી મોત થયાં હતાં. પાટણ જિલ્લામાં 136 કેસ નોંધાયા હતા. સામે 180 દર્દીઓ સ્વસ્થ થયા હતા. બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા બીએસેફ કેમ્પના એક ઇન્સપેક્ટર અને 6 જવાનો, ઉપરાંત ડીસામાં 103, પાલનપુર 83, દાંતા 18, થરાદ 18, દાંતીવાડા 15,ધાનેરા 12, લાખણી 8, વડગામ7, દિયોદર 6, કાંકરેજ 5, ભાભર 4, વાવ 1 મળી કુલ 280 કેસ નોંધાયા હતા અને 1નું મોત થયું હતું. સાબરકાંઠા જિલ્લામાં 107 કેસ અને 4નાં મોત, જ્યારે અરવલ્લી જિલ્લામાં મોડાસાના 27 મળી કુલ 41 કેસ અને 7 લોકોનાં મોત થયાં હતાં.

મહેસાણાનું કોરોનામીટર

તાલુકોશહેરગ્રામ્યકુલ
મહેસાણા9762159
વિસનગર5159110
વિજાપુર64349
સતલાસણા04040
કડી142236
વડનગર171532
ઊંઝા142327
ખેરાલુ62026
બહુચરાજી01515
જોટાણા01414
કુલ205313518

​​​​​​​ ​​​​​​​

અન્ય સમાચારો પણ છે...