સુવિધા:એરોડ્રામ રોડથી આસ્થા વિહાર ફ્લેટ સુધી 40 સ્ટ્રીટલાઇટ પોલ ઊભા કરાશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણા પાલિકા દ્વારા અંધારું ઉલેચવા કેબલ નાખવાનું શરૂ કરાયું, એકાદ સપ્તાહમાં પૂરું થશે

મહેસાણા શહેરના ચવેલીનગર વિસ્તારમાં એરોડ્રામ રોડ મહાકાળી મંદિરથી આસ્થા વિહાર ફ્લેટ સુધીના રસ્તામાં સ્ટ્રીટલાઇટના પોલ વચ્ચે વધુ અંતર હોવાથી રસ્તામાં અંધારું રહેતું હતું. આથી આ રસ્તામાં સ્ટ્રીટ લાઇટના નવા 40 પોલ ઉભા કરવા માટે કેબલ નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે. નવા પોલ ઉભા થયા પછી આ વિસ્તારમાં અંધારાની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ અાવશે.

નગરપાલિકાના સુમાહિતગાર સૂત્રોએ કહ્યું કે, ચવેલીનગર રોડ વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ નંખાયેલી છે, પરંતુ એરોડ્રામ રોડથી આસ્થા વિહાર સુધી કેટલીક જગ્યાએ અંધારું રહે છે. કેટલાક પોલ વૃક્ષો સાઇડમાં આવે છે. આ રૂટમાં નવા 40 પોલ મંજૂર થયેલા હોઇ તેની કામગીરી ચાલી રહી છે.

ત્યાર પછી અહીંથી કમળપથને સ્પર્શતા રસ્તામાં 6 પોલ ઉભા કરવામાં આવશે. હાલ એજન્સી દ્વારા કેબલ નાંખવામાં આવી રહ્યા હોઇ સંભવત: એકાદ-બે અઠવાડિયામાં આ કામગીરી પૂર્ણ થશે. ત્યાર બાદ અંધારાની સમસ્યા નહીં રહે.

અન્ય સમાચારો પણ છે...