સમસ્યાથી રાહત:6 મહિનામાં અંડરપાસનું 40% કામ પૂર્ણ

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક સમસ્યા હલ કરવા રૂ.104 કરોડના ખર્ચે બની રહ્યો છે આ અંડરપાસ, દિવાળીએ કામ પૂરું થશે
  • મોઢેરા સર્કલથી નાગલપુર તરફના અંડરપાસ ઉપર 50 મીટર પહોળું પ્રથમ બોક્સ તૈયાર

મહેસાણા શહેરના મુખ્ય હાઇવે પરના મોઢેરા સર્કલ પર રૂ.104 કરોડના ખર્ચે બની રહેલા સરદાર પટેલ અંડરપાસનું કામ શરૂ થયાના 6 મહિના વિત્યા છે. અત્યાર સુધીમાં 40% કામ પૂર્ણ થયું છે. સર્કલથી અમદાવાદ તરફના અંડરપાસ પર 50 મીટર પહોળું પ્રથમ બોક્સ તૈયાર થતાં અંડરપાસની બંને બાજુની દીવાલ સાથેનો આકાર દેખાઇ રહ્યો છે.

સર્કલથી પાલનપુર બાજુના અંડરપાસ પર બીજા બોક્સની તૈયારીઓ શરૂ થઇ છે. આગામી દિવાળી સુધીમાં 50-50 મીટરના 3 બોક્સ તૈયાર થઇ જશે. એપ્રિલ-2022 સુધીમાં અંડરપાસ સંપૂર્ણ રીતે તૈયાર થશે. આ અંડરપાસ તૈયાર થતાં અમદાવાદથી પાલનપુર તરફ જતા વાહનોનો ટ્રાફિક બારોબાર થતાં શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી મોટી રાહત મળશે.

સરદાર પટેલ અંડરપાસ ઉપર એક નજર
927મીટર કુલ લંબાઇ અને પહોળાઇ 22.80 મીટર
15-15 મીટર બંને બાજુ પહોળો સર્વિસ રોડ બનશે
03વાહનની અવરજવર માટે મોઢેરા સર્કલ, બસપોર્ટ અને રાજકમલ સામે 50-50 મીટરના 3 બોક્સ બનશે, બહારની બંને બાજુ ડ્રેનેજલાઇન નંખાશે

અન્ય સમાચારો પણ છે...