સુરક્ષામાં વધારો:મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સુરક્ષા માટે નવા 40 CCTV કેમેરા લગાવાયા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડીંગ અંદર અને બહારના ભાગે પાર્કિગમાં પણ કેમેરા લગાવાયા

મહેસાણા શહેરમાં આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં અનેક લોકો સારવાર માટે આવતા હોય છે. ત્યારે હાલના સમયમાં મહેસાણાની સિવિલ હોસ્પિટલ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં તેઓની સુરક્ષા માટે નવા સીસીટીવી કેમેરા લગાવવાની ફરજ પડી છે.

ગુનાહિત પ્રવૃતિઓ પર નજર રાખી શકાશે
મહેસાણા સિવિલ હોસ્પિટલમાં બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરા લગવાયેલા છે, પરંતુ દર્દીઓની વધતી જતી સંખ્યાઓ ધ્યાને લઇ અને બિલ્ડીંગની બહાર પણ સીસીટીવીની જરૂર હોય બહાર અને પાર્કિંગની જગ્યાઓ મળી કુલ 40 સીસીટીવી કેમેરા લગાવાયા છે. જેથી સિવિલ સુપ્રિટેન્ડન્ટ સિવિલના દરેક ખૂણે ખૂણે બાજનરજ રાખી શકશે. વધુ કેમેરા લગાવાથી ગુનાહિત પ્રવૃતિઓ પર પણ નજર રાખી શકાશે.

40 જગ્યાએ સીસીટીવી લગાવાયા
મહેસાણા સિવિલના મુખ્ય પ્રવેશ દ્વાર, પાર્કિગ, ટ્રોમાં સેન્ટર બહાર, માનસિક હોસ્પિટલ સહિત કુલ 40 જગ્યાએ સિવિલ સત્તાધીશો દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સિવિલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં અવ્યવસ્થાના પ્રશ્નનો પણ ઉપસ્થિત થતા હતા ત્યારે દર્દીઓની સુરક્ષા યોગ્ય રીતે થઈ શકે તે માટે વધુ 40 સીસીટીવી કેમેરા લગાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...