તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 4 Thousand Per Month Will Be Paid To 22 Orphans After The Death Of Their Parents From Corona, The Amount Of Assistance Will Be Deposited Directly In The Bank Account

સહાય:કોરોનાથી માતા-પિતાના અવસાન થતાં 22 અનાથ બાળકોને દર મહિને 4 હજાર ચૂકવાશે, સહાયની રકમ સીધી બેંક ખાતામાં જમા થશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં કોરોના સમયગાળા દરમિયાન માતા-પિતાના અવસાન થયા હોય એવા 22 બાળકોને મુખ્યમંત્રી બાળ સહાય યોજના હેઠળ દર મહિને રૂ.4000ની સહાય મંજૂર કરવામાં આવી છે. મહેસાણા સ્પોર્ન્સરશીપ એન્ડ ફોરસ્ટરકેર એપ્રુઅલ કમિટી (એફએસસી) દ્વારા તાજેતરમાં આ સહાય મંજૂર કરાઇ હોઇ જૂન મહિનાથી આ બાળકોનાં બેંક ખાતામાં દર મહિને રૂ.4-4 હજાર બાળસહાય શરૂ કરાઇ છે.

જેમાં મહેસાણા તાલુકાના 9, વડનગરમાં 2, ઊંઝામાં 3, બહુચરાજીમાં 2, ખેરાલુમાં 2, વિજાપુરમાં 1 અને સતલાસણામાં 3 અનાથ બાળકોનો સમાવેશ થાય છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવી હોય એવા દરેક બાળકોને બાળ સહાય યોજનાનો લાભ મળશે. આ માટે બાળસુરક્ષા એકમનો સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા બાળ સુરક્ષા એકમ બિન સંસ્થાકિય અધિકારી નૃપેશભાઇ પટેલે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...