તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણા માલ ગોડાઉનમાંથી રૂ.2 હજારની કિંમતના ચોખાના 8 કટ્ટાની ચોરી થવા સંબંધે બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ચોરીના આ ચોખા વેચવા માટે કેટલાક શખ્સો મહેસાણાના સરદાર પટેલ માર્કેટ આગળ ભેગા થઇ માર્કેટમાં આવેલી દુકાનોમાં વેચાણ આપવા નીકળ્યાની એલસીબી પીએસઆઇ એસ.બી. ઝાલાને બાતમી મળી હતી. જે આધારે તેમણે સ્ટાફ સાથે વોચ ગોઠવી અહીંથી 4 શખ્સોને ઝડપી પૂછપરછ કરી હતી. જેમાં તેમણે ચોખાના કટ્ટા ચોરી કર્યાની અને ચોરીનો મુદ્દામાલ રોહિતજી રતનજી ઠાકોરના ઘરમાં સંતાડેલો હોવાની કબુલાત કરતાં પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા 4 તસ્કરો
1. રોહિતજી વરસંગજી ઠાકોર (રહે.ત્રણ કેરી સાબુના ગોડાઉન સામે, માલ ગોડાઉન મહેસાણા)
2. અજયજી દશરથજી ઠાકોર (રહે. મીઠા માસ્તરની ચાલી, માલ ગોડાઉન, મહેસાણા)
3. વિજયજી મનુજી ઠાકોર (રહે. મીઠા માસ્તરની ચાલી, માલ ગોડાઉન, મહેસાણા)
4. ગગાજી નાગજીજી ઠાકોર (રહે. ટીબી રોડના છાપરા, સર્વોદય બેંક પાછળ, મહેસાણા)
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.